• રવિવાર, 19 મે, 2024

T-20 વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો

પાકિસ્તાન સ્થિત IS-K આતંકી સંગઠન તરફથી ધમકી મળ્યાના રિપોર્ટ

નવી દિલ્હી, તા.6: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર તા. 2 જૂનથી શરૂ થનાર ટી-20 વર્લ્ડ કપ આતંકી ખતરાનો ભય છે. વર્લ્ડ કપના સહયજમાન દેશ વેસ્ટ ઇન્ડિઝને ઉત્તરી પાકિસ્તાનના એક આતંકી સંગઠન તરફથી ધમકી મળી છે. ત્રિનિદાદના વડાપ્રધાન ડો. કીથ રોવેલએ આ ખુલાસો કર્યો છે. જેની આઇસીસીએ પણ પુષ્ટિ કરી છે. જો કે આઇસીસીનું કહેવું છે કે અમે આવા કોઈપણ પ્રકારના ખતરાનો સમાનો કરવા માટે ફુલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા બનાવી છે. રિપોર્ટ અનુસાર આતંકી હુમલાનો ખતરો વેસ્ટ ઇન્ડિઝમાં રમાનાર મેચો પર છે. વેસ્ટ ઇન્ડિઝમાં એન્ટિગ્વા, બારબાડોસ, ગુયાના, સેન્ટ લૂસિયા, સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડા ખાતે રમાવાના છે જ્યારે અમેરિકામાં ફલોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસ ખાતે ટી-20 વિશ્વ કપના મેચો રમાશે.

વર્લ્ડ કપ પર આતંકી હુમલાની ધમકી અફઘાનિસ્તાન-પાકિસ્તાનની આઇએસ શાખા તરફથી મળી હોવાના રિપોર્ટ છે. તેઓ ખેલ આયોજનો પર હિંસા ભડકાવવાનું કામ કરે છે. આ શાખાનું નામ આઇએસ ખોરાસન (આઇએસ-કે) છે. તેના વીડિયો સંદેશમાં અનેક દેશમાં આતંકી હુમલાની ધમકી છે. ત્રિનિદાદના વડાપ્રધાન ડો. કીથ રોવેલે જણાવ્યું છે કે અમે કોઈપણ પ્રકારના ખતરાનો સમાનો કરવા તૈયાર છીએ. ક્રિકેટ સુરક્ષિત અને મુક્ત વાતાવરણમાં રમાય તે અમારી પ્રાથમિકતા છે. આઇસીસીએ પણ કહ્યંy છે કે ખેલાડીઓને સુરક્ષા આપવી અમારી પહેલી પ્રાથમિકતા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024