• સોમવાર, 20 મે, 2024

રાજસ્થાન વિ. દિલ્હીનું હલ્લાબોલ: 8 વિકેટે 221 રન

-ફ્રેઝર અને પોરેલની વિસ્ફોટક અર્ધસદી: સ્ટબ્સના આતશી 41: અશ્વિનની 3 વિકેટ

 

નવી દિલ્હી તા.7: ઓપનિંગ જોડી જેક ફ્રેઝર મેકગર્ગ અને અભિષેક પોરેલની આતશી અર્ધસદી બાદ ડેથ ઓવર્સમાં ટ્રિસ્ટન સ્ટબ્સના પાવર હિટિંગથી રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધના કરો યા મરો સમાન મેચમાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 221 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. જેક ફ્રેઝરે ફરી એકવાર વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 20 દડામાં 7 ચોકકા અને 3 છકકાથી પ0 રન કર્યાં હતા. નવા ઓપનર અભિષેક પોરેલે પણ પ્રમોટ થયાનો ફાયદો લઇને 36 દડામાં 7 ચોકકા અને 3 છકકાથી આક્રમક 6પ રનની ઇનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 26 દડામાં 60 રનની તાબડતોબ ભાગીદારી નોંધાઇ હતી. અંતમાં આફ્રિકી બેટર ટિસ્ટ્રન સ્ટબ્સે રાજસ્થાન રોયલ્સના બોલરોની ધોલાઇ કરીને 20 દડામાં 3 ચોકકા-3 છકકાથી 41 રન કર્યાં હતા.

આખરી ત્રણ ઓવરમાં દિલ્હી કેપિટલ્સે હલ્લાબોલ કરીને અનુક્રમે 21, 14 અને 18 રનનો ઉમેરા સાથે પ3 રન બનાવ્યા હતા. આથી તેનો સ્કોર 8 વિકેટે 221 રને પહોંચી ગયો હતો. દિલ્હીના અન્ય બેટર્સ સાઇ હોપ 1, અક્ષર પટેલ 1પ, કપ્તાન ઋષભ પંત 1પ, ગુલબદીન નઇમ 19 અને રસીખ સલામ 9 રને આઉટ થયા હતા. કુલદીપ પ રને નોટઆઉટ રહ્યો હતો. રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્વિને 24 રનમાં 3 વિકેટ લીધી હતી. બોલ્ટ, સંદિપ અને ચહલને 1-1 વિકેટ મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024