• સોમવાર, 20 મે, 2024

હૈદરાબાદ અને લખનઉ વચ્ચે આજે આર યા પાર મુકાબલો

- પ્લેઓફની ભણી આગેકૂચ કરવા બન્ને ટીમને હરહાલમાં જીત જરૂરી

 

હૈદરાબાદ, તા.7 : પ્લેઓફની રસાકસીભરી રેસમાં ટકી રહેવા માટે આઇપીએલના બુધવારના મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ આમને-સામને હશે. બન્ને માટે આ મેચ કરો યા મરો સમાન બની રહેશે. બન્ને ટીમના 11-11 મેચમાં 12-12 પોઇન્ટ છે. એસએચઆરનો નેટ રન રેટ માઇનસ 0.06પ છે. તો એલએસજીનો માઇનસ 0.371 છે. પોઇન્ટ ટેબલ હાલ કોલકતા (16 અંક), રાજસ્થાન રોયલ્સ (16) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (12) ટોચની ત્રણ ટીમ છે. સનરાઇઝર્સ પાછલા કેટલાક મેચથી તેની રન રફતાર ગુમાવી ચૂકી છે. તેના ટોચના બેટધરો ટૂર્નામેન્ટના નિર્ણાયક તબક્કે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. આવી જ હાલાત લખનઉની છે. આ ટીમ પણ નિર્ણાયક તબક્કે વિખેરાઈ ગઈ છે.

પેટ કમિન્સની કપ્તાનીવાળી સનરાઇઝર્સ હૈદરાબાદમાં પ્રતિભાઓની કમી નથી, પણ પાછલા કેટલાક મેચથી તેના વિજય અભિયાન પર રોક લાગી ગઈ છે. પાછલા ચાર મેચમાં તેમને ત્રણ હાર સહન કરવી પડી છે, કારણ કે તેના આક્રમક બેટધરો નિષ્ફળ રહે છે. પાછલા મેચમાં મોટો સ્કોર ન કરવાને લીધે મુંબઈ સામે 7 વિકેટે હાર મળી હતી. યુવા ઓપનર અભિષેક શર્મા પાછલા 4 મેચમાં માત્ર 30 રન જ કરી શક્યો છે. ટી. નટરાજન, ભુવનેશ્વર અને કપ્તાન કમિન્સ સારી બોલિંગ કરે છે, પણ સ્કોર બોર્ડ પર પૂરતા રન ન હોવાથી તેઓ મેચ બચાવી શકતા નથી.

બીજી તરફ લખનઉ ટીમનો પાછલા મેચમાં કોલકતા વિરુદ્ધ 98 રને કારમો પરાજય થયો હતો. 236 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા કે એલ રાહુલની ટીમનો 137 રનમાં ધબડકો થયો હતો. સનરાઇઝર્સ સામે કેપ્ટન રાહુલ, ઓલરાઉન્ડર સ્ટોઇનિસ અને પૂરને આક્રમક ઇનિંગ રમવી પડશે. મયંક યાદવ આઇપીએલની લગભગ બહાર થઈ ગયો છે જ્યારે મોહિસન ખાન પણ ઇજાગ્રસ્ત છે. આથી બે સ્પિનર રવિ બિશ્નોઈ અને કુણાલ પંડયા પર વધુ દારોમદાર રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024