• બુધવાર, 04 જૂન, 2025

ગાઝામાં રાહત સામગ્રી વિતરણ વખતે ગોળીબાર : 30નાં મૃત્યુ

ઈઝરાયલી દળોએ પેલેસ્ટાઈનીઓને નિશાન બનાવ્યાનો આરોપ

 

ગાઝા, તા.1 : ગાઝા પટ્ટીમાં રાફા ખાતે ઈઝરાયલ સમર્થિત સંગઠન દ્વારા વિતરણ કરવામાં આવી રહેલી સહાય લેવા એકઠા થયેલા હજારો પેલેસ્ટાઈનીંઓ નજીક હુમલો થતાં 30 નાગરિકના મૃત્યુ થયા છે અને 17પ જેટલાને ઈજા પહોંચી છે.

આરોપ છે કે સહાય વિતરણ કેન્દ્ર પાસે બહોળી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓ ઉમટી પડયા બાદ નજીકમાં તૈનાત ઈઝરાયલી સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હોસ્પિટલોમાં ખસેડવામાં આવેલા ઈજાગ્રસ્તોએ ઈઝરાયલી હુમલાની પુષ્ટિ કરી હતી. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સે આવા આરોપ સામે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ વૈશ્વિક સ્તરે આ અમાનવીય કૃત્યની નિંદાથઈ છે.  ગાઝા હયૂમૈનિટેરિયન ફાઉન્ડેશન જરૂરીયાતમંદ પેલેસ્ટાઈનીઓને સહાય વિતરણ કરી રહ્યંy હતું ત્યારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. ઈઝરાયલી દળોએ ચેતવણી રૂપ હવામાં ગોળીબાર કરવામાં આવ્યાનો બચાવ કર્યો છે. તેમ છતાં હોસ્પિટલોમાં મૃતદેહો અને ઈજાગ્રસ્તોની લાઈન લાગી છે. રવિવારે સવારે ફરી એકવાર 16 ટ્રક દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક