ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા : ચારની હાલત ગંભીર
ધોરાજી,
તા.1: ધોરાજી-જેતપુર હાઈવે પર ખાનગી બસ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો
હતો. અકસ્માતને પગલે તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. બસમાં મુસાફરી કરતા 9 જેટલા
લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી
4 ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો
ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા
મળતી વિગત મુજબ રાજકોટથી પોરબંદર તરફ જતી રામકૃપા ટ્રાવેલ્સ નામની ખાનગી બસધોરાજીમાં
રોયલ સ્કૂલ પાસે પસાર થતી હતી ત્યારે અચાનક જ તેલ ભરેલું ટેન્કર આડું આવતા બન્ને વાહન
ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસતમાં બસમાં મુસાફરી કરતા 40 મુસાફરો પૈકી
9 મુસાફરોને ઈજા થઈ હતી. જેમાંથી એક યુવાનનો હાથ કપાઈ જતા તેમજ એક યુવાન બેભાન હાલતમાં
જોવા મળતા 4 જેટલા પ્રવાસીઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ સમયે તાત્કાલિક જ નેશનલ હાઇવે
ઓથોરિટીની એમ્બ્યુલન્સ તેમજ 108 એમ્બ્યુલન્સ પહોંચી જતા તમામ ઇજાગ્રસ્તોને ઘોરાજી સરકારી
હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સોકત બાબુભાઈ મલેક (ઉં. 5, રહે પોરબંદર),
રામદેવ મેળાદ ચાકિયા (ઉં. 28, રહે પોરબંદર), સચિન મુકેશભાઈ ગોહિલ (ઉં.25, રહે રાજકોટ),
પ્રકાશ પ્રવીણભાઈ જામ (ઉં.48, રહે રાજકોટ) તેમજ નલીનીબેન ભરતભાઈ વાઢેર (ઉં. 40, રહે
રાજકોટ)ને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં આવ્યા હતા
જ્યારે
ગંભીર ઈજા પામનાર જીજ્ઞેશ ભીખાભાઈ મકવાણા (ઉમર વર્ષ 30), રવિરાજાસિંહ ગુલાબાસિંહ જાડેજા
(ઉંમર વર્ષ 42), પ્રવીણભાઈ ગોપાલભાઈ વૈષ્ણવ (ઉંમર વર્ષ 53) અને એક અજાણ્યા મુસાફરને
બેભાન હાલતમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.
બનાવની
જાણ થતા ધોરાજી તાલુકા પીએસઆઇ પી જે રાણા તેમજ સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયો હતો
અને તેલ ભરેલા ટેન્કરમાંથી તેલ રોડ ઉપર ઢોળાઈ જતા આગ જેવો ગંભીર બનાવ ન બને તે માટે
તાત્કાલિક ધોરાજી નગરપાલિકાનો ફાયર ફાઈટર બોલાવી લેવાયો હતો.
ટેન્કરમાંથી
ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
ખાનગી
બસ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા તેલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું.
જેથી ટેન્કરમાંથી તેલ ઢોળાતા રસ્તાની સાઈડમાં તેલના ખાબોચીયા ભરાયા હતા. એક તરફ ઈજાગ્રસ્તો
બચાવોના નારા લગાવતા હતા. ત્યારે બીજી તરફ ગરીબ પરિવારના બાળકો અને મહિલાઓ વાસણ અને
શીશા લઈ ટેન્કરમાંથી ઢોળાયેલું તેલ લેવા પડાપડી કરી રહ્યા હતા.