• મંગળવાર, 14 મે, 2024

કર્ણાટકને હચમચાવતું દેવગૌડાના પૌત્ર પ્રજવલનું સેક્સ સ્કેન્ડલ

સેંકડો અશ્લીલ વીડિયો વાયરલ: ભાજપ સહયોગી JDSના ઉમેદવાર-સાંસદ પ્રજવલ રેવન્ના વિદેશ ફરાર : તપાસ માટે SIT  ઘડાઈ : કામવાળીથી માંડી હાઈપ્રોફાઈલ મહિલાઓ પીડિત

બેંગ્લુરુ તા.ર8 : કર્ણાટકની રાજનીતિને હચમચાવતી ઘટના સામે આવી છે. ચૂંટણીનો માહોલ છે અને મહિલાઓના યૌન શોષણની સેંકડો કિલપ વાયરલ થઈ છે અને આ સ્કેન્ડલમાં પુર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના સાંસદ પૌત્ર પ્રજવલ રેવન્નાનું નામ ઉછળ્યું છે જેઓ વર્તમાન લોકસભા ચૂંટણીમાં હાસન બેઠકથી જેડીએસના ઉમેદવાર છે. સેકસ સ્કેન્ડલ સામે આવ્યા બાદ ચૂંટણી પડતી મૂકીને પ્રજવલ જર્મની નાસી છૂટયાનો આરોપ લાગ્યો છે. આરોપી પ્રજવલે બચાવ કર્યો હતો કે તેમના વિરુદ્ધ કાવતરુ છે અને વીડિયોમાં ચહેરો મોર્ફ કરવામાં આવ્યો છે. આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બીજીતરફ ભાજપ માટે મોટી દ્વિધા સર્જાઈ છે કારણ કે ભાજપા  અને જેડીએસ કર્ણાટકમાં ગઠબંધનથી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસના નેતૃત્વવાળી કર્ણાટક સરકારે 1000 જેટલા અશ્લીલ વીડિયો હોવાના આરોપ બાદ તપાસ માટે એસઆઈટી ઘડી છે અને જેની સામે આંગળી ઉઠી છે તે પ્રજવલ રેવન્નાની શોધખોળ શરુ કરી છે. પ્રજવલના પિતા એચડી રેવન્ના હાસનની હોલેનારસીપુરથી   વર્તમાન ધારાસભ્ય છે. હાંસન સંસદીય ક્ષેત્ર પર ર6મીએ મતદાન પુર્ણ થયુ છે અને 7મે થી ચૂંટણીના નવા તબક્કા પહેલા કર્ણાટકમાં સેકસ સ્કેન્ડલ સામે આવ્યુ છે જેમાં કામવાળીથી માંડીને હાઈપ્રોફાઈલ મહિલાઓ પીડિત છે. વાયરલ વીડિયોમાં મહિલાઓનું યૌન શોષણ અને વીડિયો રેકોર્ડિંગ કરાયાનું સામે આવ્યુ છે.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યંy કે હાસન જિલ્લામાં કથિત અશ્લીલ વીડિયો કલિપ પ્રસારિત કરાઈ રહી છે. પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળે છે કે મહિલાઓ પર અત્યાચાર કરાયો છે. રાજય મહિલા આયોગે આ મામલે પત્ર લખ્યા બાદ એસઆઈટી ઘડવામાં આવી છે. તેમણે વધુમાં કહયુ કે પોલીસે તેમને સૂચિત કર્યા છે કે પ્રજવલ રેવન્ના વિદેશ ચાલ્યા ગયા છે. શનિવારે વહેલી સવારે 3:3પ કલાકે તેઓ લફથાંસા એરલાયન્સ દ્વારા બેંગ્લોરથી ફ્રેંકફર્ટ રવાના થયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક