• મંગળવાર, 21 મે, 2024

‘કોવિશીલ્ડ’થી બ્લડ ક્લોટિંગ!

- વધતાં હાર્ટએટેક-બ્રેઈન સ્ટ્રોક વચ્ચે ખુલાસાથી હડકંપ : ભારતમાં જેના 175 કરોડ ડોઝ અપાયા છે તે કોવિડ-19 વેક્સિનની મૂળ નિર્માતા કંપની ‘એસ્ટ્રાજેનેકા’ એ બ્રિટનની કોર્ટમાં અંતે સ્વીકાર્યુ : કંપની વિરુદ્ધ 51 કેસ, કરોડોના વળતરનો દાવો

 

નવી દિલ્હી/લંડન, તા.30 : કોરોના કાળમાં ભારતમાં વિશ્વની સૌથી મોટી ફ્રી રસીકરણ ઝૂંબેશ વખતે જેના ધડાધડ 17પ કરોડ વેક્સિન ડોઝ લગાવાયા હતા તે કોવિશીલ્ડ વેક્સિન અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. વેક્સિનની મૂળ નિર્માતા કંપની બ્રિટનની એસ્ટ્રાજેનેકાએ કોર્ટમાં અંતે એકરાર કર્યો છે કે આ વેક્સિનની આડ અસરથી બ્લડ ક્લોટિંગ (લોહી ગંઠાઈ જવું)થી હાર્ટ એટેક, સ્ટ્રોકનો ખતરો રહે છે.

એસ્ટ્રાજેનેકા-ઓકસફોર્ડે તૈયાર કરેલી વેક્સિન ફોર્મ્યુલાથી ભારતમાં સિરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કોવિશીલ્ડ નામથી વેક્સિનનું નિર્માણ કરાયું હતું. દેશમાં 80 ટકા જેટલા ડોઝ આ વેક્સિનના જ અપાયા હતા. અનેક દેશમાં આ વેક્સિનનું અલગ અલગ નામથી વેચાણ કરાયુ છે. વિવાદ બાદ અનેક દેશે આ વેકિસન પર પ્રતિબંધ પણ લાદ્યો હતો અને કન્સાઈન્મેન્ટ પાછા ધકેલ્યા હતા. ડેનમાર્ક સહિત અનેક યુરોપીય દેશોએ તો કોરોના વેકિસન પર જ પ્રતિબંધ લાદ્યો હતો. હવે બે વર્ષ બાદ બ્રિટનની દિગ્ગજ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ કાનૂની લડત-દાવામાં પહેલીવાર સ્વીકાર્યુ કે તેની કોવિડ-19 વેક્સિનને કારણે થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) સાથે થ્રોમબોસિસ નામક દુર્લભ આડ અસર થઈ શકે છે. કંપનીઓ કોર્ટના દસ્તાવેજમાં આવી વાત જણાવી છે. કોવિશીલ્ડ વેકિસન દુર્લભ મામલાઓમાં એવી સ્થિતિનું કારણ બની શકે છે જેમાં લોહીના ગઠ્ઠા જામી જાય અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી શકે છે. જેથી હાર્ટએટેક અથવા બ્રેઈન સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે. કંપની વિરુદ્ધ બ્રિટનમાં પ1 જેટલા કેસ દાખલ થયા છે જેમાં 100 મિલિયન પાઉન્ડ સુધીના વળતરનો દાવો છે. જેમાં એક કેસની સુનાવણીમાં કંપનીઓ વેક્સિનની આડ અસર અંગે એકરાર કર્યો છે જેનો અગાઉ કયારેય સ્વીકાર કર્યો ન હતો. એસ્ટ્રાજેનેકા કંપની બ્રિટનમાં કલાસ-એક્શન કેસોનો સામનો કરી રહી છે. કંપની વિરુદ્ધ કરોડોના વળતરનો દાવો થયો છે. જેમી સ્કોટ નામના એક શખસે કેસ દાખલ કર્યો હતો જેમાં એપ્રિલ ર0ર1માં તેને વેકિસન લીધા બાદ મગજમાં ક્લોટિંગ થયાનો આરોપ છે. તેનું બ્રેઈન ડેમેજ થયું હતું. જેમી ના પરિવારે વળતરની માગ સાથે કંપની પર કેસ કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક