• મંગળવાર, 21 મે, 2024

‘ભટકતી આત્મા’ :  મોદીના નિશાને પવાર

-કૃષિ મંત્રી હતા ત્યારે શું કર્યુ ? : મહારાષ્ટ્રમાં વડાપ્રધાનનો ચૂંટણી પ્રચાર : મોહબ્બતની દુકાનમાં વેચાય છે ફેક વીડિયો, બાલાકોટ સ્ટ્રાઈકની પહેલી જાણ પાકિસ્તાનને કર્યાનો દાવો

મુંબઈ તા.30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી સભામાં નામ લીધા વિના શરદ પવાર પર વાક્પ્રહાર કરી તેમને ‘ભટકતી આત્મા’ ગણાવ્યા અને કહ્યંy કે કેન્દ્રિય કૃષિ મંત્રી રહેતાં તેમણે ખેડૂતો માટે ઘણું નથી કર્યુ. મોદીએ કોંગ્રેસ-રાહુલ ગાંધીનું પણ નામ લીધા વિના નિશાનો સાધ્યો કે આજકાલ તેમનું જૂઠ ચાલતું નથી તો એઆઈ દ્વારા અમારા ચહેરાનો ઉપયોગ કરીને તેમની મોહબ્બતની દુકાનમાં ફેક વીડિયો વેંચવા લાગ્યા છે. તેઓ ફેક વીડિયો બનાવે છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં પહેલીવાર બાલાકોટ એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ કરતાં કર્ણાટકના બાગલકોટ ખાતે દાવો કર્યો કે બાલાકોટ હુમલાની જાણ સૌથી પહેલા પાકિસ્તાનને આપી હતી પછી દુનિયાને ખબર પડી હતી. વડાપ્રધાન મોદીએ સોમવારે સોલાપુર જિલ્લાના માલશિરસમાં એક ચૂંટણી રેલીમાં કહ્યંy કે જયારે મહારાષ્ટ્રના મોટા નેતા કેન્દ્રમાં કૃષિ મંત્રી હતા ત્યારે ખેડૂતો પોતાના બાકી લેણાં માટે શેરડી (ગન્ના) આયોગના ચક્કર લગાવતાં હતા. મહારાષ્ટ્રમાં એક ભટકતી આત્મા છે. જો તેને સફળતા મળતી નથી તો બીજાના સારા કાર્યોને ખરાબ કરે છે. મહારાષ્ટ્ર તેનો શિકાર રહ્યંy છે. આ ખેલ 4પ વર્ષ પહેલા આ જ નેતાએ શરુ કર્યો હતો. તે માત્ર તેમના અંગત ફાયદા માટે હતો અને પછી મહારાષ્ટ્ર હંમેશા એક અસ્થિર રાજય રહ્યંy. એનું જ પરિણામ હતું કે કોઈ મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પુરો કરી શકયા નહીં.

મંગળવારે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં એક જનસભા સંબોધતાં વડાપ્રધાને કહ્યંy કે તમે 10 વર્ષ પહેલાનો સમય જોયો છે અને આજનો સમય જોઈ લો. જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોના હિસ્સાની ખાધ પણ લૂંટાઈ જતી હતી. યૂરિયા માટે ખેડૂતોએ લાઠીઓ ખાવી પડતી હતી. તે મોદીને ગોળો દેતાં ફરશે. અમારા ઉપર અગણિત જૂઠા આરોપ લગાવશે. આજકાલ તો તેઓ દિવસ રાત મોદીને ગાળો આપે છે.

-----------------

હા, હું ભટકું છું કારણ કે...પવારનો પલટવાર

વિવાદમાં રાઉતે ઝંપલાવ્યું : મોદીને કહ્યા અઘોરી આત્મા !

મુંબઈ, તા.30 : વડાપ્રધાન મોદીએ ‘ભટકતી આત્મા’ તરીકે કરેલા કટાક્ષ બાદ શરદ પવારે પલટવાર કરતાં કહ્યું કે મોદી આજકાલ મારા પર ખુબ ગુસ્સામાં છે. એક સમયે તેમણે કહ્યંy હતું કે મારી આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા છે. હવે કહે છે કે હું ભટકતી આત્મા છું. હા, હું છું ખેડૂતો માટે, ખુદના સ્વાર્થ માટે નહીં. મારા ખેડૂતોનું દર્દ વ્યક્ત કરવા ભટકું છું. મોંઘવારીથી સામાન્ય જન પરેશાન છે તે જણાવવા ભટકું છું. બીજીતરફ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલ શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉત વિવાદમાં ઝંપલાવતા કટાક્ષ કર્યો અને વડાપ્રધાન મોદીને અઘોરી આત્મા  કહ્યા હતા. તેમણે કહ્યંy કે વડાપ્રધાન મોદીની આત્મા દિલ્હીથી મહારાષ્ટ્ર આવે છે અને ભટકે છે. તેમની આત્મા એટલે ભટકે છે કારણ કે 4 જૂન બાદ મહારાષ્ટ્ર બીજેપી સ્મશાનની જેમ થઈ જશે. એટલે મોદીની આત્મા ભટકી રહી છે. ભાજપના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રમાં થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક