• શનિવાર, 18 મે, 2024

મતદાનના દિવસે કાળઝાળ ગરમીની આગાહી : તા.7મી સુધી યલો એલર્ટ  

શુક્રવારે 42.3 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર 

 

રાજકોટ, તા.3 : સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બપોરે આકરી ગરમી પડી રહી છે. જો કે મે મહિનાથી શરૂઆતથી જ ગુજરાતભરમાં અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર એટલે કે તા.7 સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તા.7મીના રોજ ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે જ આકરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આગામી 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ શકે છે. આગામી 5થી 7 મે સુધી યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને મતદાનના દિવસે કાળઝાળ ગરમી પડવાથી હીટવેવની આગાહી કરવામાં આવી છે. મતદાનના દિવસે એટલે કે 7મી મેના રોજ અમદાવાદનું તાપમાન વધીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

જો આજના તાપમાનની વાત કરવામાં આવે તો, આજે સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય અમરેલીમાં 42 ડિગ્રી તેમજ અમદાવાદમાં 41.7 અને વડોદરામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઊંચું નોંધાયું છે. જો કે દરિયાપારના પવનો ફૂંકાવાના કારણે દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાનનો પારો ગગડીને 39.8 ડિગ્રી નોંધાયો છે. હવામાન વિભાગના મતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સપ્તાહના અંત સુધી ગરમીનો પારો 39 થી 41 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

કયા શહેરમાં કેટલું તાપમાન?

શહેર                  તાપમાન

અમદાવાદ           41.7

અમરેલી             42

બરોડા                40.8

ભાવનગર            38.7

ભૂજ                  40.6

દાહોદ                39.3

ડાંગ                   39.4

ડિસા                  40.8

દિવ                   34.2

દ્વારકા               32

ગાંધીનગર           41.2

જામનગર            37.2

કંડલા                 35

પોરબંદર 36.4

રાજકોટ              42.3

સુરત                  39.8

સુરેન્દ્રનગર          42.3

વેરાવળ              33.2

 

ઇ-પેપરના નવા શુલ્ક