• શનિવાર, 18 મે, 2024

મહિલા મતદારોનું મનોમંથન : માત્ર એક વખત 60 ટકા કર્યુ મતદાન

રાજ્યમાં સૌથી વધુ મહિલા મતદાન ર019માં 60.90 ટકા તો સૌથી ઓછું  1996માં ફક્ત 29.64 ટકા નોંધાયું’તું

 

પ્રકાશ જહા

રાજ્યમાં અત્યાર સુધીમાં યોજાયેલી 1પ લોકસભાની ચૂંટણીઓમાં મહિલા મતદારોનાં મતદાનની ટકાવારીમાં સતત વધઘટ જોવા મળી છે. અત્યાર સુધીની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં મહિલા મતદાન એક જ વખત 60 ટકાથી વધુ નોંધાયું છે.

રાજ્યમાં સૌથી ઓછુ 1996માં 29.64 ટકા મતદાન મહિલાઓએ કર્યુ હતું. આ પછી 1991માં 37.07 ટકા મહિલાઓએ મતદાન કર્યુ હતું.

પાંચ ચૂંટણીઓમાં 40 થી પ0 ટકા જેટલું મહિલા મતદાન નોંધાયુ છે. 1999માં 40.78 ટકા, 2004માં 40.06 ટકા, 2009માં 43.36 ટકા, 1989માં 49.22 ટકા, 1980માં 49.75 ટકા મહિલાઓએ મતદાન કર્યુ હતું.

રાજ્યમાં 1962માં 52.02 ટકા, 1967માં 58.17 ટકા, 1971માં 50.19 ટકા, 1977માં 54.37 ટકા, 1984માં 52.76 ટકા, 1998માં 55.08 ટકા મતદાન મહિલાઓએ કર્યુ હતું. 2018માં 59.44 ટકા મહિલાઓએ મતદાન કર્યુ હતું. 2019માં 60.90 ટકા મહિલાઓએ મતદાન કર્યુ હતું. આમ 2014 અને 2019માં ગુજરાતની મહિલાઓએ નરેન્દ્ર મોદીની તરફેણમાં બહાર આવી તમામ વિક્રમો તોડી નવા વિક્રમો સર્જયા હતાં, જે નોંધનીય છે.

1977માં કટોકટી સામેની નારાજગીની અભિવ્યક્તિ 54.37 ટકા મહિલાઓએ મતદાન કરી દર્શાવી હતી. આ પછી 1984માં વિપક્ષના ખટરાગોને પગલે મહિલાએ નારાજગી વ્યક્ત કરી હતી અને મતદાનમાં પ ટકા જેટલો મહત્વના ઘટાડા નોંધાયો હતો તો 1984માં 3 ટકા મતદાન વધુ 1980 કરતા વધુ કરી ઈન્દિરાને વડાપ્રધાન તરીકે પસંદગીને સમર્થન આપ્યુ હતું.

1996માં સૌથી ઓછુ મહિલા મતદાન ગુજરાતમાં નોંધાયુ હતું અને અટલ બિહારી બાજપાઈ વડાપ્રધાન બન્યા હતા. પરંતુ આપણી પુન: વિપક્ષી ખટરાગો વચ્ચે અટલજીના સમર્થનમાં મહિલાએએ 1998માં પપ ટકાથી પણ વધુ મતદાન કર્યુ હતું.

રાજ્યમાં મહિલા મતદાનમાં સતત ચડાવ ઉતાર જોવા મળી રહ્યો છે તે વાત રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચાઈ રહી છે. છેલ્લી ચૂંટણીઓ 2014 અને 2019માં ગરમીના પ્રકોપ વખતે પણ મહિલાઓ ભારે મતદાન કરી તમામ ધારણાઓઁને ખોટી પાડી હતી.

2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે 26 માંથી ર6 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને તેમાં મહિલાઓએ કરેલા ભારેત મતદાનનો પ્રભાવ છવાયોલો રહ્યો હતો તેવી વાતો રાજકીય વર્તુળોમાં છવાયેલી રહી છે.

8 લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં મહિલાઓએ પ0 ટકાથી 61 ટકા સુધીનું મતદાન કરી અને તેમની સક્રિયતાના દર્શન કરાવ્યા છે. 1962, 1967, 1971, 1977, 1984, 1998, 2014, 2019ની ચૂંટણીમાં મહિલા મતદારોએ દાખવેલી સક્રિયતા શું 2024માં પુનરાવર્તન થશે કે નહિ તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક