• રવિવાર, 19 મે, 2024

પુંચમાં આતંકી હુમલો સ્ટંટબાજી : કોંગ્રેસ ઉમેદવાર ચન્નીની વિવાદાસ્પદ ટિપ્પણી

પૂંચનો હુમલો અને કરકરેની શહાદત ઉપર ગંદું રાજકારણ

આનાથી બદતર શું હોઇ શકે? કોંગ્રેસના લોહીમાં છે : ભાજપે કહ્યું, કોંગ્રેસે કરેલું દેશનું અપમાન કોઈ ભૂલશે નહી

નવી દિલ્હી, તા. 5 : પંજાબની જાલંધર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ પુંચમાં આતંકી હુમલા ઉપર સવાલ ઉઠાવ્યા છે. ચન્નીએ વાયુસેનાના કાફલા ઉપર શનિવારે સાંજે થયેલા હુમલાને સ્ટંટબાજી ગણાવ્યો છે. ચન્નીએ કહ્યું હતું કે, આ સ્ટંટબાજી છે. હુમલા નથી થઈ રહ્યા. ગયા વખતે પણ ચૂંટણી સમયે આવો સ્ટંટ કરવામાં આવ્યો હતો અને ભાજપને જીતાડવાનું કામ કર્યું હતું.આ ભાજપને જીતાડવાના સ્ટંટ હોય છે તેમાં હકીકત હોતી નથી. પુર્વ સીએમએ કહ્યું હતું કે લોકોને મરાવવા અને તેની લાશો સાથે રમત કરવી ભાજપને આવડે છે. બીજી તરફ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, સિપાહી દરરોજ શહીદ થાય છે પણ સરકાર મૌન છે. ભાજપે ચન્નીના નિવેદન ઉપર પલટવાર પણ કર્યો હતો અને કહ્યું હતું કે આનાથી બદતર માનસીકતા શું હોય શકે ? આ તો કોંગ્રેસના લોહીમાં છે. જ્યારે અનુરાગ ઠાકુરે પણ ચન્નીને ઘેર્યા હતા.

ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું હતું કે આ તમામ સ્ટંટ છે. આતંકી હુમલા નથી. ભાજપનો ચૂંટણી પહેલાનો સ્ટંટ છે. તેમાં કોઈ હકીકત નથી. ભાજપ લોકોના જીવન અને શરીર સાથે રમે છે. આવા હુમલા પુર્વ નિયોજીત છે અને ભાજપની ચૂંટણીની સંભાવનાઓને મજબુત કરવા માટે તેને અંજામ આપવામાં આવે છે. ચન્નીએ કહ્યું હતું કે ચૂંટણી આવતા જ આવા સ્ટંટ કરવામાં આવે છે. આ મામલે પલટવાર કરતા ભાજપ નેતા મનજિંદર સિરસાએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં વાયુસેનાનો એક જવાન શહીદ થયો છે અને ચારને ઈજા પહોંચી છે. કોંગ્રેસના ચરણજીત ચન્ની તેને સ્ટંટ ગણાવે છે અને કહે છે કે ચૂંટણીના કારણે શહીદ કરવામાં આવ્યા છે. આનાથી બદતર માનસિકતા શું હોઇ શકે ? આ કોંગ્રેસના લોહીમાં છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસની ખુબ જ હલકી માનસિકતા છે. જે જેણે પોતાની સેનાના જવાનોને સશક્ત કરવાને બદલે, હથિયાર આપવાને બદલે 10 વર્ષ સુધી કમિશન ખાવાની રાહ જોઈ હતી. બીજી તરફ મોદી સરકાર છે જેણે ડોકલામમાં અતિક્રમણનો જડબાતોડ જવાબ આપ્યો છે.કોંગ્રેસ અને તેના સહયોગી દળના લોકો અફઝલ ગુરૂની ફાંસી રોકવા કાર્યરત હતા. કોંગ્રેસે દેશનું જે અપમાન કર્યું છે તે દેશ ક્યારેય ભુલશે નહી. જેણે પણ જવાનોની શહીદી ઉપર ટિપ્પણી કરી છે તેમાં દેવાળીયાપણું સાફ જોવા મળે છે.

-------------------------------

‘કરકરેનું મૃત્યુ કસાબની ગોળીથી નહીં, નિકમ ગદ્દાર’

કોંગ્રેસ નેતાનાં નિવેદનથી મહારાષ્ટ્રમાં હંગામો, ATSના પૂર્વ ચીફ છજજ સમર્પિત પોલીસ અધિકારીની ગોળીથી મર્યાનો દાવો : ભાજપનો પલટવાર

મુંબઈ, તા.પ : મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના વિજય વડેટ્ટીવારે મુંબઈ ઉત્તર મધ્યથી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ગદ્દાર કહ્યા છે. વડેટ્ટીવારે દાવો કર્યો કે મુંબઈ પોલીસના અધિકારી હેમંત કરકરેની હત્યા જે ગોળીથી થઈ હતી તે કસાબની બંદૂકથી નહીં પરંતુ એક પોલીસ અધિકારીની બંદૂકથી નીકળી હતી. બાદમાં હંગામો થતાં વડેટ્ટીવારે બચાવ કર્યો કે આવું હું નથી કહેતો પોલીસ અધિકારી એસ. એમ. મુશ્રીફે પોતાનાં પુસ્તકમાં લખ્યું છે. કોંગ્રેસના નેતાનાં આવાં નિવેદનથી મહારાષ્ટ્રની રાજનીતિમાં હંગામો મચી ગયો છે. તેમણે દાવો કર્યો કે રાજ્ય એટીએસના પૂર્વ પ્રમુખ આઇપીએસ હેમંત કરકરેને ર008ના મુંબઈ હુમલા દરમિયાન પાકિસ્તાની આતંકવાદીઓએ માર્યા ન હતા. કરકરેને લાગેલી ગોળી આતંકીઓ દ્વારા છોડવામાં આવી ન હતી પરંતુ આરએસએસ સમર્પિત એક પોલીસ અધિકારીના હથિયારમાંથી નીકળી હતી. કોંગ્રેસ નેતાની આવી વાત પર ભાજપ નેતા વિનોદ તાવડેએ પલટવાર કર્યો કે, કોંગ્રેસ પોતાની ખાસ વોટબેન્કને ખુશ કરવા અને તેને મેળવવા કોઈ પણ હદ સુધી નીચે જઈ શકે છે.

વિજય વડેટ્ટીવારે હેમંત કરકરેનો ઉલ્લેખ કરીને ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યંy કે બિરયાનીનો મુદ્દો ઉઠાવીને નિકમે કોંગ્રેસને બદનામ કરી હતી. શું કોઈ કસાબને બિરયાની આપે ? બાદમાં નિકમે તેનો સ્વીકાર કર્યો, કેવી વકીલ છે, ગદ્દાર છે જેમણે કોર્ટમાં જુબાની જ ન આપી. કોર્ટથી સત્ય છૂપાવનાર ગદ્દારને ભાજપે ટિકિટ આપી છે તો સવાલ ઉઠે છે કે ભાજપ આ ગદ્દારોનું સમર્થન કેમ કરી રહી છે ?

હેમંત કરકરેનું મૃત્યુ આતંકવાદીની ગોળીથી થયું હોવાનું કોર્ટે સ્વીકાર્યું છે: ઉજ્જવલ નિકમ

મારી ઉમેદવારીથી કૉંગ્રેસ પક્ષ કરી ગયો છે. તેથી મને રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારના વિધાનથી પાકિસ્તાનને ફાયદો થશે તે વિચારો. પોલીસ અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામટે અને વિજય સાળસકરના મૃત્યુ અજમલ કસાબ અને અબુ ઇસ્માઇલની ગોળીથી થયા હોવાના પુરાવા મેં અદાલતમાં આપ્યા હતા અને આ બાબત અદાલતે પણ સ્વીકારી છે, એમ વિશેષ પબ્લિક પ્રોસીક્યુટર અને ભાજપના ઉત્તર મધ્ય મુંબઈના ઉમેદવાર ઉજ્જવલ નિકમે જણાવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક