• રવિવાર, 19 મે, 2024

અયોધ્યા ગયા હોવાથી પક્ષમાં વિરોધ: કોંગ્રેસ નેતાનું રાજીનામું

રાધિકા ખેડાએ કહ્યું: 22 વર્ષ પક્ષ માટે કામ કર્યુ પણ પક્ષના જ લોકોએ ન્યાય ન આપ્યો

નવી દિલ્હી, તા. 5 : લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધું છે. રાધિકાએ કહ્યું હતું કે અત્યંત પીડા સાથે  પક્ષનું સભ્યપદ છોડી રહ્યા છે. આ સાથે લખ્યું હતું કે હા તે યુવતી છે અને લડી શકે છે અને હવે લડી જ રહ્યા છે. પોતે દેશવાસીઓના ન્યાય માટે સતત લડતા રહેશે. રાધિકા ખેડાએ આરોપ  મુક્યો હતો કે પોતે રામ મંદિરને દર્શન કર્યા તેનો પક્ષના લોકો દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો.

રાધિકા ખેડાએ રાજીનામામાં લખ્યું હતું કે, દરેક  હિંદુ માટે શ્રીરામના જન્મસ્થળની પવિત્રતા ખુબ જ મહત્વની છે. રામલલાના દર્શનમાત્રથી દરેક હિંદુ પોતાનું જીવન સફળ માને છે ત્યારે અમુક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જે પક્ષને પોતે 22 વર્ષથી વધુ સમય આપ્યો, દરેક વિભાગમાં ઈમાનદારીથી કામ કર્યું. તેમાંથી જ વિરોધનો સામનો કરવો પડયો છે. કારણ કે તેઓ અયોધ્યામાં રામલલાના દર્શનથી પોતાને રોકી શક્યા નહોતા. આ કાર્યનો વિરોધ એટલી હદે વધ્યો હતો કે તેમની સાથે છત્તીસગઢ કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી ગેરવર્તણુંકમાં ન્યાય આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. દરેક મંચ ઉપર લોકોના ન્યાય માટે લડાઈ લડી છે પણ પોતાને પક્ષમાંથી જ ન્યાય મળ્યો નથી. અગાઉ 30 એપ્રિલે રાધિકા ખેડાએ દાવો કર્યો હતો કે તે પુરૂષવાદી માનસીકતાને બેનકાબ કરશે. રાયપુરનો એક વિડિયો પણ વાયરલ થયો હતો જેમાં તેઓ ફરિયાદ વ્યક્ત કરી રહ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક