• રવિવાર, 19 મે, 2024

ઝારખંડમાં મંત્રીના PAના નોકર પાસેથી મળ્યા કરોડો રૂપિયા

ટેન્ડર કૌભાંડમાં ઈડીની કાર્યવાહી :  30 કરોડથી વધુની રોકડ જપ્ત

નવી દિલ્હી, તા. 6 : ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ટેન્ડર કમિશન કૌભાંડ મામલે ઇડી મોટી કાર્યવાહી કરી રહી છે. આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. જેને લઈને છ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે જ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીરના અંગત સચિવ સંજીવ લાલના નોકરના પરિસરોની તલાશી લેવામાં આવી હતી. જેમાં ઈડીએ અંદાજિત 30 કરોડની રોકડ બરામદ કરી છે.  સોમવારે શરૂ થયેલી ઈડીની રેડ સાંજે પણ ચાલી રહી હતી અને રૂપિયાની ગણતરી કરવામાં આવી રહી હતી. એજન્સીના અધિકારીઓ  રૂપિયા ગણવાનાં મશીનથી ગણતરી કરી રહ્યા છે. આ દરમિયાન મંત્રી આલમગીર આલમે કહ્યું છે કે, આ મામલે તેને કોઈ લેવાદેવા નથી. આ કેસમાં ઘણા બિઝનેસમેન અને અધિકારીઓ તપાસના દાયરામાં છે. ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર રામની ફેબ્રુઆરી 2023માં અમુક યોજનાની અમલવારીમાં અનિયમિતતા મામલે ધરપકડ કરવામાં આવી હતી. ભારે માત્રામાં રોકડની જપ્તી ઉપર પીએમ મોદીએ પણ ઝારખંડ સરકાર ઉપર પ્રહાર કર્યો હતો.

વીરેન્દ્ર રામ વર્તમાન સમયે જેલમાં બંધ છે. સોમવારે કરવામાં આવેલી કાર્યવાહી વીરેન્દ્ર રામ કેસમાં જ તપાસનો વિસ્તાર ગણવામાં આવી રહી છે. રાંચી સેલ સિટીમાં ઇજનેર વિકાસ કુમારના આવાસ સહિત શહેરમાં બરિયાતુ, મોરહાબાદી અને બોડેયામાં અલગ અલગ સ્થળે ઈડીના દરોડા ચાલી રહ્યા હતા. આ મામલે ઝારખંડ ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમે દૂરી બનાવી લીધી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024