• રવિવાર, 19 મે, 2024

ED, CBI બાદ હવે કેજરીવાલ સામે ગઈંઅની તપાસ ?

- એલજી સક્સેનાનો ગૃહમંત્રાલયને ભલામણ પત્ર : કેજરીવાલ ઉપર ખાલિસ્તાની આતંકી સંગઠન પાસેથી રાજકીય ભંડોળ લેવાનો આરોપ

 

નવી દિલ્હી, તા. 6 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી હતી. પહેલાથી જ જેલમાં બંધ કેજરીવાલ સામે એલજીએ ઈડી, સીબીઆઈ બાદ હવે એનઆઈએ તપાસની ભલામણ કરી છે. જેને લઈને એલજીએ ગૃહમંત્રાલયને પત્ર લખ્યો છે. જેમાં કેજરીવાલ ઉપર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શિખ ફોર જસ્ટિસ પાસેથી ભંડોળ લેવાનો આરોપ મુકવામાં આવ્યો છે. કેજરીવાલ ઉપર 16 મિલિયનર અમેરિકી ડોલર લેવાનો આરોપ મુકતા દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ એનઆઈએ તપાસની ભલામણ કરી છે. આ મામલે સૌરભ ભારદ્વાજે આરોપ મુક્યો હતો કે દિલ્હીમાં ભાજપ સાતેય સીટ ઉપર હારી રહી છે અને હારના ડરથી ભડકી ઉઠી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા પણ ભાજપે આવી સાજીશ રચી હતી.

હકીકતમાં એલજી વીકે સક્સેનાને વિશ્વ હિંદુ મહાસંઘ તરફથી લેખિત ફરિયાદ મળી હતી. જેમાં આરોપ મુકાયો હતો કે કેજરીવાલના નેતૃત્વની આપને દેવેન્દ્ર પાલ ભુલ્લરની મુક્તિ અને ખાલિસ્તાન સમર્થક ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે ચરમપંથી ખાલિસ્તાની સમુદાય પાસેથી 16 મિલિયન અમેરિકી ડોલર મળ્યા હતા. આ મામલે એનઆઈએ તપાસની માગ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ એક મુખ્યમંત્રી સામે છે અને એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠનથી મળેલા ભંડોલ સાથે સંબંધિત છે તો તેવામાં ફરીયાદકર્તા દ્વારા આપવામાં આવેલા ઈલેક્ટ્રોનિક પુરાવાની ફોરેન્સિક સહિત પૂરી રીતે તપાસ કરવી જરૂરી છે.

એલજીએ ભલામણમાં જાન્યુઆરી 2014મા કેજરીવાલ દ્વારા ઈકબાલ સિંહને લખેલા પત્રનો હવાલો આપ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપ સરકારે પહેલાથી જ રાષ્ટ્રપતિને પ્રોફેસર ભુલ્લરની મુક્તિની ભલામણ કરી છે. ભુલ્લરની મુક્તિ અંગે લેખિત આશ્વાસનની માગને લઈને ઈકબાલ સિંહ જંતરમંતર ઉપર ધરણા કરી રહ્યા હતા અને કેજરીવાલનો પત્ર મળતા ધરણા પૂરા કર્યા હતા. ફરિયાદમાં શિખ ફોર જસ્ટિસના પ્રમુખ આતંકી ગુરપતવંત પન્નુ દ્વારા જારી વિડિયોનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે આપને 2014 અને 2022 વચ્ચે ખાલિસ્તાની સમૂહો પાસેથી 16 મિલિયન અમેરિકી ડોલર મળ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024