• રવિવાર, 19 મે, 2024

સૌરાષ્ટ્ર-કચ્છની આઠ લોકસભા બેઠકો પર 1.51 કરોડ મતદારો

સૌથી વધુ રાજકોટ બેઠકમાં

21 લાખ તો સૌથી ઓછા અમરેલીમાં 17 લાખ મતદારો

આઠેય બેઠકો પર પાંચ વર્ષમાં

12,43,420 મતદારો વધ્યા

રાજકોટ, તા. 6 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સમાવિષ્ટ છે અને આવતીકાલે તા.7મીએ મંગળવારે મતદાન થનાર હોવાથી જબરો ઉત્તેજનાનો માહોલ છવાયો છે, જો કે, આ વખતે કેટલાક વિવાદોને લઈને રાજકીય નેતાઓએ જન-જન સુધી પહોંચવાનો પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો નથી પણ રેકોર્ડ બ્રેક મતદાન થાય એવા ભરપુર પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા જરૂર થયા છે. જેમાં સૌપ્રથમ તો નવી મતદાર નોંધણીની ઝુંબેશ ઉપાડી હતી. પરિણામે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની આઠ લોકસભા બેઠકો પર ગત 2019ની ચૂંટણી બાદના પાંચ વર્ષમાં 12,43,420 મતદારોનો ઉમેરો થયો છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદારોની સંખ્યાનો આંકડો 1.51 કરોડને પાર પહોંચી ગયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 21 લાખ મતદારો છે, જ્યારે સૌથી ઓછા અમરેલી જિલ્લામાં 17 લાખ મતદારો નોંધાયા છે. જો કે, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં પણ અનુક્રમે 17.68 લાખ અને 17.95 લાખ મતદારો જ છે એ જ રીતે જામનગર જિલ્લામાં 18 લાખ તો ભાવનગર અને કચ્છ જિલ્લામાં 19 લાખ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં 20 લાખ જેવા મતદારો છે, જેઓ આવતીકાલે ભાજપ-કોંગ્રેસના 16 સહિત 92 ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ.માં કેદ કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024