• રવિવાર, 19 મે, 2024

અમિત જેઠવા હત્યા કેસમાં  દિનુ બોઘા  સહિત 7 નિર્દોષ જાહેર

અમદાવાદ, તા.6: આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યામાં ગુજરાત હાઈકોર્ટે ભાજપના પૂર્વ સાંસદ સહિત સાત લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. આ લોકોને સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જેની સામે ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને અન્ય છ લોકોએ હાઈકોર્ટમાં જઈને અપીલ દાખલ કરી હતી.

જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ વિમલ કે.વ્યાસની ડિવિઝન બેન્ચે સીબીઆઈ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો. જેમાં ઉપરોક્ત તમામને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટે પહેલાથી જ દોષિત ઠેરવીને કાર્યવાહી કરી હતી. ખંડપીઠે કહ્યું કે એવું લાગે છે કે ગુનાની તપાસમાં શરૂઆતથી જ યોગ્ય કાળજી લેવામાં આવી ન હતી અને આરોપીઓને પહેલાથી જ દોષિત ગણવામાં આવ્યા હતા.

દિનુ સોલંકી અને અન્ય છ લોકોને 2019માં સીબીઆઈ કોર્ટે હત્યા અને ગુનાહિત કાવતરાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને 15 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં હાઈકોર્ટે આ કેસમાં દોષિત ઠરેલા દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની આજીવન કેદ પર સ્ટે આપ્યો હતો.

દિનુ સોલંકીએ 7 જૂન 2019ના રોજ સીબીઆઈ કોર્ટના તેમને દોષિત ઠેરવવાના નિર્ણય સામે અરજી કરી હતી. ત્યારપછી સપ્ટેમ્બર 2021માં હાઈકોર્ટે અપીલ પેન્ડિંગ રાખીને સોલંકીની સજા પર સ્ટે આપ્યો હતો. ગયા વર્ષે, હાઈકોર્ટે તેમના ભત્રીજા શિવા સોલંકીની આજીવન કેદ પર પણ રોક લગાવી દીધી હતી અને સીબીઆઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા સામે દાખલ કરવામાં આવેલી તેમની અપીલની સુનાવણી બાકી હોય ત્યાં સુધી તેમને જામીન આપ્યા હતા.

આરટીઆઈ કાયદા હેઠળ માહિતી માગ્યા બાદ અને કથિત રીતે દિનુ સોલંકીસ સાથે સંકળાયેલી ગેરકાયદેસર ખાણકામની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યા પછી જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બે અજાણ્યા હુમલાખોરો સામે એફઆરઆઇ નોંધવામાં આવી હતી અને તપાસ રાજ્ય પોલીસ સીઆઈડીને સોંપવામાં આવી હતી. આ કેસમાં સીઆઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી. સપ્ટેમ્બર 2012માં હાઈકોર્ટે સીબીઆઈને તપાસ સોંપી હતી. 7 જૂન, 2019ના રોજ, સીબીઆઈ કોર્ટે તમામ સાતને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024