• સોમવાર, 20 મે, 2024

ગરમીના કારણે નરમી: ગુજરાતમાં 56% મતદાન

લોકસભા ચૂંટણીનો ત્રીજો તબક્કો: રાજ્યમાં વલસાડમાં સૌથી વધુ 68.12 ટકા મતદાન, અમરેલીમાં સૌથી ઓછું 45.59 ટકા મતદાન 

વર્ષ 2019ની તુલનાએ 4% જેટલું ઓછું મતદાન

લોકસભા ચૂંટણીના  266 અને વિધાનસભાના 24 ઉમેદવારોના ભાવિ ઊટખમાં કેદ

વિધાનસભાની પાંચ બેઠક માટે 56.56 ટકા મતદાન નોંધાયું

અમદાવાદ, તા. 7 : લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતની 25 બેઠક તેમજ પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયામાં રાજ્યભરની જનતાએ ધોમધખતા તાપ વચ્ચે પણ ઉમંગ-ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અમૂક છૂટી છવાઈ ઘટનાઓ અને ફરિયાદોને બાદ કરતાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ રીતે સમગ્ર રાજ્યમાં સરેરાશ 56.83 ટકા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સરેરાશ 56.56 ટકા મતદાન થયું હતું. ગત લોકસભા ચૂંટણીની તુલનાએ આ વખતે ઓછું મતદાન થયું હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે જો કે, મતદાનની આખરી ટકાવારી મોડી રાત સુધીમાં જાહેર થયા બાદ જ સાંચો આંકડો સામે આવશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

આ વખતની ચૂંટણીમાં 18થી 19 વયજૂથના 12.20 લાખ પ્રથમવારના મતદારો સહિત કુલ 4,97,68,677 મતદારો, મતદાન માટે તૈયાર કરાયેલા 50,787 જેટલા મતદાન કેન્દ્રો ઉપર મતદાન કરવાના હતા. જેમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેની સાથે જ લોકસભાની 26 બેઠકો માટેના કુલ 266 ઉમેદવારો અને વિધાનસભાના કુલ 24 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ( ઊટખ)માં કેદ થઈ થઈ ગયા હતા. આ ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને દેવાસિંહ ચૌહાણ પણ ઉમેદવાર હતાં.

હાલને તબક્કે સૌથી વધુ 68.12 ટકા મતદાન વલસાડમાં થયું છે, જ્યારે સૌથી ઓછું 45.59 ટકા મતદાન અમરેલીમાં નોંધાયું છે. ગુજરાતમાં ગત 2019ની લોકસભાની ચૂંટણીમાં સરેરાશ 64.51 ટકા મતદાન થયું હતું. તેની ઘણું ઓછું મતદાન થયું છે. જે સામાન્ય રીતે સત્તાધારી ભાજપને ચિંતા કરાવનારો છે. મતદાનનો સમય પૂરો થયા બાદ પ્રિસાઈડીંગ ઓફિસરોએ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમને સીલ કરીને કડક જાપ્તા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મોકલાવીને સ્ટ્રોંગ રૂમને પણ સીલ કર્યા હતા. તે સ્થળે પણ કડક બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.

હવે, 4થી જૂને મત-ગણતરી હાથ ધરાશે ત્યારે પરિણામની સત્તાવાર જાણ થશે. જોકે, ગત 2014 અને 2019ની સરખામણીમાં વોટિંગની ટકાવારીમાં ઘટાડો થયો હોવાથી ભાજપે અંદરખાનેથી એકાદ-બે બેઠકો મુશ્કેલીમાં મૂકાય કે લીડમાં મોટો ઘટાડો થાય તેવી દહેશત વચ્ચે હાલને તબક્કે તો, રાજ્યના તમામ બેઠકો મોટી લીડ સાથે જીતવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ પણ કોઈપણ લહેર વગર લડાયેલી આ ચૂંટણીમાં ઓછું મતદાન ઘણી બેઠકો ઉપર તેમના માટે લાભકર્તા સાબિત થશે એવી આશા વ્યક્ત કરી રહી છે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે,  7 મે મંગળવારે મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 8 એલર્ટ્સ મળી હતી. જેમાં ઊટખ અંગેના 3 એલર્ટ્સ, આદર્શ આચારસંહિતા ભંગની 1 તથા અન્ય 4 એલર્ટ્સ હતી. ભ-ટઈંઋઈંકના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદો મળી કુલ 5,315 ફરિયાદો મળી હતી. નેશનલ ગ્રીવન્સીસ સર્વિસ પોર્ટલના માધ્યમથી મતદાનના દિવસે 759 ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં 15,581 મળી અત્યાર સુધીમાં કુલ 16,340 ફરિયાદો મળી છે.

મતદાનના દિવસે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ સહિત ઊટખ સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટિંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડિંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તા. 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે. આમ કુલ 24,131 ફરિયાદો મળી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે. રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.

પી. ભારતીએ લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેઓનો આભાર પ્રગટ કર્યો હતો. જ્યારે, રાજ્યમાં બનેલી કેટલીક દુ:ખદ ઘટનાઓ મુજબ, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજા, જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ તેમજ છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ, બન્ને દિવંગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 ઇઞતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5 વાગ્યા સુધીમાં 116 એટલે કે  0.23 % ઇઞ, 114 એટલે કે 0.23 % ઈઞ અને 383 એટલે કે 0.78 % ટટઙઅઝ બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત ઊટખના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

નોંધનીય બાબત એ છે કે, ગુજરાતમાં સર્વપ્રથમ વાર સુરત લોકસભા બેઠક બિનહરીફ ચૂટાતા વર્ષ 2024માં હવે 25 લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધી 55.22 ટકા મતદાન થયું છે, જેમાં થનારી વધઘટ બાદ 2019ના 64.51 ટકાના મતદાન કરતા કેટલું વધુ કે કેટલું ઓછું મતદાન હશે તે ચૂંટણી પંચ દ્વારા અપાનારી આખરી યાદી પ્રાપ્ત થયા બાદ જ ખબર પડશે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024