• સોમવાર, 20 મે, 2024

ડીપફેક, અઈં નિર્મિત સૂચનાઓ સોશિયલ મીડિયામાંથી હટાવવા પક્ષોને આદેશ

તમામ રાજકીય પક્ષોને આવી વાંધાજનક સામગ્રીઓ હટાવવા માટે માત્ર ત્રણ કલાકનો સમય આપતું ચૂંટણી પંચ

નવીદિલ્હી, તા.7: આજે ત્રીજા તબક્કાનાં મતદાનની બરાબર પહેલા જ ચૂંટણી પંચે સખ્તાઈ વર્તતા તમામ રાજકીય પક્ષોને ત્રણ કલાકની અંદર જ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનાં ઉપયોગથી તૈયાર કરવામાં આવેલી ખોટી સૂચનાઓ, ડીપફેક વીડિયો, ફોટો કે અન્ય કોઈપણ પ્રકારની વાંધાજનક સૂચનાઓને તમામ સોશિયલ મીડિયા ઉપરથી હટાવવાનો આદેશ આપી દીધો હતો.  પંચ દ્વારા નિર્દેશમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ પક્ષોને વર્તમાન કાયદા અને સૂચના અનુસાર 3 કલાકની અંદર જ આવી સામગ્રી હટાવી લેવી પડશે અને ચૂંટણીની અખંડતા જાળવવી પડશે. આયોગે કહ્યું છે કે, તમામ પક્ષોએ ખોટી સૂચના કે અપમાનજનક સામગ્રી પ્રસારિત કરવાથી બચવું પડશે. પંચે આદર્શ આચારસંહિતા અને વર્તમાન કાનૂની જોગવાઈઓનાં ઉલ્લંઘનનું સંજ્ઞાન લઈને આ નવો આદેશ જારી કર્યો છે.

પંચે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતાને જાળવી રાખવાની આવશ્યકતા ઉપર ભાર મૂકતા કહ્યું કે, કોઈપણ પ્રકારની જાણકારીને વિકૃત કરીને ખોટી રીતે પ્રચાર કરવા માટે એઆઈ આધારિત ટેકનોલોજીનો દુરુપયોગ કરવાની અનુમતિ આપી શકાય નહીં. પંચે આની સામે તમામ પક્ષોને ચેતવણી પણ આપી છે. સાથોસાથ તમામ પક્ષનાં સોશિયલ મીડિયા સંચાલકોને અને ચૂંટણી પ્રચારકોને નૈતિકતાનાં માપદંડ જાળવી રાખવા માટે અનુરોધ પણ કર્યો છે. પંચે કહ્યું છે કે, વર્તમાન કાનૂની જોગવાઈઓનાં અનુસંધાનમાં તમામ પક્ષોને વિશેષ કરીને નકલી ઓડિયો-વીડિયો બનાવવા અને પ્રસારિત કરવાથી રોકવામાં આવી રહ્યાં છે. આવી તમામ સામગ્રી 3 કલાકમાં તમામ સોશિયલ મીડિયા ઉપરથી પક્ષોએ હટાવી લેવાની રહેશે.

-------------------------------------

પોતાનો ડાન્સ જોઈને મોદી ખુશ ! મમતા પોતાના વીડિયોથી ખિજાયાં

નવીદિલ્હી, તા.7: ચૂંટણીના ધગધગતા માહોલ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર આમજનતા નેતાઓની હળવી મજાક કરીને માહોલને ટાઢો પણ પાડી રહ્યા છે. ડીપફેક અને એઆઇ ટેકનોલોજીએ નેતાઓની રમૂજ કરવા માટે આજની મોબાઇલ પેઢીને નવું હથિયાર આપી દીધું છે. જેના હિસાબે ઘણીવાર વાંધાજનક સામગ્રીઓ પણ સપાટી ઉપર આવતી રહે છે અને વિવાદો થતાં રહે છે. આ સ્થિતિમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન વચ્ચે વડાપ્રધાન મોદી હળવા મૂડમાં જણાયા હતા. તેમણે પોતાનો એક મીમ વીડિયો આજે સોશિયલ મીડિયામાં રી-પોસ્ટ કર્યો હતો અને સાથે લખ્યું હતું કે, બધા લોકોની જેમ મને પણ મારી જાતને ડાન્સ કરતા જોઈને મજા આવી. ચૂંટણીની સીઝનમાં આવી રચનાત્મકતા આનંદદાયક છે. એકબાજુ વડાપ્રધાન મોદી પોતાનો ડાન્સ કરતો નકલી વીડિયો જોઈને ખુશ થયા છે તો બીજીબાજુ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી આવા જ એક પોતાના વીડિયોથી ભારે નારાજ થઈ ગયાં છે. આ સ્પૂફ વીડિયોમાં મમતા બેનરજીને મંચ ઉપર ડાન્સ કરતાં દેખાડવામાં આવેલાં છે. કોલકતા પોલીસે આ વીડિયો સબબ બે યુઝરને દુર્ભાવનાપૂર્ણ અને ભડકાઉ પોસ્ટની નોટિસ પણ ફટકારી દીધી છે અને આવી હરકત સામે ચેતવણી આપવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024