• સોમવાર, 20 મે, 2024

પૂંચ હુમલાનો બદલો : તૈયબાનાં કમાન્ડર સહિત ત્રણ આતંકીનો સફાયો

કુલગામમાં આતંકીઓ ભરાયાની બાતમી પછી હાથ ધરવામાં આવેલું ઓપરેશન

શ્રીનગર, તા.7 : ભારતીય વાયુસેનાનાં બે વાહન ઉપર આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો હતો અને ત્યારબાદ પૂંચ જિલ્લામાં સુરક્ષાદળોએ મોટાપાયે તલાશી અભિયાન ઉપાડયું હતું. જેમાં આજે મોટી સફળતા મળી હતી. કુલગામમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાનાં ટોપ કમાન્ડર બાસિત ડાર સહિત કુલ ત્રણ આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો હતો.

બીજીબાજુ વાયુસેનાનાં વાહનો ઉપર હુમલા પછી જંગલમાં નાસી છૂટેલા આતંકવાદીઓનો ખાત્મો કરવા માટેનાં પ્રયાસો પણ તેજ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 20થી વધુ લોકોને આની તપાસમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. આટલું જ નહીં સુરનકોટ અને આસપાસનાં વિસ્તારમાં બે આરોપીનાં પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે, આ હુમલો તૈયબાનાં અબૂ હમઝાની આગેવાનીવાળા એક સમૂહે કર્યો હતો.  આતંકવાદીઓ છૂપાયાની બાતમી પછી કુલગામમાં આજે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં રેદવાની પાયીન વિસ્તારને સુરક્ષાદળોએ ઘેરી લીધો હતો. જેને પગલે ભીંસાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધા હતાં. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોને ત્રણ આતંકવાદીઓનો સફાયો કરી નાખવામાં સફળતા મળી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024