• રવિવાર, 19 મે, 2024

જૂનાગઢ લોકસભામાં 58.87 ટકા મતદાન : માણાવદરમાં 53.93 ટકા મતદાર જાગૃતિ માટેનાં ચૂંટણી તંત્રનાં પ્રયાસો બેઅસર : 2.44 ટકા મતદાનમાં ઘટાડો

સૌથી વધુ સોમનાથમાં 70.16 ટકા તો સૌથી ઓછું વિસાવદરમાં માત્ર 46.58 ટકા મતદાન

જૂનાગઢ, વેરાવળ, તા.7: જૂનાગઢ લોકસભા અને માણાવદર વિ. સભાની આજે યોજાયેલ ચૂંટણીમાં લોકસભામાં સરેરાશ 58.87 ટકા તથા માણાવદર વિ.સભામાં 53.93 ટકા શાંતિમય મતદાન યોજાયું હતું. આ સાથે લોકસભામાં ભાજપ, કોંગ્રેસ સહિત 11 ઉમેદવારોના તથા માણાવદર વિ.સભામાં ભાજપ-કોંગ્રેસ સહિત 6 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયા છે. જૂનાગઢ લોકસભા મત વિસ્તાર હેઠળની સાત વિ.સભા મત વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી 1847 મતદાન મથકો ઉપર મતદાનનો પ્રારંભ થયો હતો. મત વિસ્તારના 17 લાખ 95,110 મતદારો મતદાન માટે નોંધાયેલા હતા પરંતુ પ્રથમ બે કલાકમાં માત્ર 9 ટકા મતદાન નોંધાયુ હતું.

ત્યારબાદ 9 થી 11 દરમ્યાન મતદારો મતદાન માટે ઉમટયા હતા અને આ બે કલાકમાં ર1.80 ટકા મતદાન નેંધાયુ હતું તેમજ 11 થી 1માં મતદાનની ટકાવારી 3પ.0ર ટકાએ પહોંચી હતી. બપોર સુધીમાં 3પ ટકા મતદાન જોતા મતદાન ઉંચુ જવાની સંભાવના ઉભી થઈ હતી પરંતુ 4ર.પ ડિગ્રી તાપમાનમાં બપોરના 11 થી 3માં મતદાન મથકો ખાલીખમ જેવા બની ગયા હતા. તેમ છતાં મતદરોની ધીમ આવકને કારણે આ સમયગાળામાં મતદાનની ટકાવારી 43.ર6 ટકાએ પહોંચી હતી.

પરંતુ ઢળતા બપોરે મતદાનમાં ખાસ્સો વેગ જણાયો ન હતો. 3 થી પ દરમ્યાન મતદાનની ટકાવારી 49.65 ટકાએ પહોંચી હતી. નબળા મતદાનને ધ્યાને લઈ, રાજકીય પક્ષના કાર્યકરો મતદારોને ઘર બહાર કાઢવા નીકળ્યા હતા. પણ મતદારોએ મતદાનને હળવાશથી લીધું હોય તેમ બહાર નીકળ્યા ન હતા.

જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં 17,95,110 મતદારોમાંથી 1056803 મતદારોએ મતદાન કર્યુ હતું. તેમાં 5,74,530 પુરુષો અને 482264 ત્રીઓએ મતદાન કરતા પુરુષોની મતદાન ટકાવારી 62.56 તથા ત્રી મતદારોની 55.01 રહી હતી.

જૂનાગઢ વિ. સભા વિસ્તારમાં 54.50 ટકા, વિસાવદર 46.58 ટકા, માંગરોળ 62.90 ટકા, સોમનાથ 70.16 ટકા, તાલાલા 60.07 ટકા, કોડીનાર 60.71 ટકા, ઉનામાં 58.17 ટકા મતદાન નોંધાયુ હતું. સંસદીય મત વિસ્તારના 7,38,316 મતદારો મતદાનથી દૂર રહ્યાં હતા. આમ વર્ષ 2019 લોકસભા ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણીમાં અઢી ટકા મતદાનમાં ઘટાડો થયો છે. 2019માં કુલ મતદારો 16,41,528 હતા. તેની સામે 2024ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા 1795110 નોંધાય છે એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં આ બેઠક ઉપર 1,48,000 મતદારો વધવા છતાં મતદાનમાં ઘટાડો નોંધાયો છે.

જ્યારે માણાવદર વિ. સભા પેટા ચૂંટણીમાં કુલ મતદારો 2,49,344 માંથી 1,34,470 એ મતદાન કરતા આ બેઠક ઉપર 53.93 ટકા મતદાન નોંધાયુ છે. તેમાં 59.31 ટકા પુરુષો તથા 48.08 ટકા ત્રી મતદારોએ મતદાન કર્યુ હતું. એકંદરે આ બેઠક ઉપર નિરસ મતદાન રહ્યું છે. છતાં લોકસભા અને માણાવદર વિ. સભામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024