• સોમવાર, 20 મે, 2024

શહજાદાના અંકલે દેશનું અપમાન કર્યુ : નરેન્દ્ર મોદી

પિત્રોડાની ટિપ્પણી પર રાહુલ ગાંધી પર વરસ્યા વડાપ્રધાન, જવાબ આપવો પડશે

વારંગલ, તા.8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગણામાં કરીમનગર અને વારંગલ ખાતે જનસભા સંબોધતા સૈમ પિત્રોડાએ ભારતીયોના રંગ-રુપ વિશે કરેલી ટિપ્પણી મુદ્દે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યંy કે આજે હું ખુબ ગુસ્સામાં છું. શહજાદાના અંકલ ચામડીના રંગના આધાર ભારતીયોને ગાળો આપી રહયા છે. ચામડી અંગે દેશ અપમાન સહન નહીં કરે. હું માનું છું કે આ લોકોએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને ચામડીના રંગને કારણે આફ્રિકી માની લીધા છે. તેમના રંગને કારણે જ ચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ કર્યો હતો. શહજાદાએ તેનો જવાબ આપવો પડશે. શું કાળી ચામડીવાળા આફ્રિકાથી હોય છે ? વધુમાં તેમણે કહ્યંy કે કોંગ્રેસના લોકો મૈગ્નીફાઇંગ ગ્લાસ લઈને પોતાની બેઠકો શોધી રહ્યા છે. ચોથા તબક્કામાં કોંગ્રેસનો સામાન્ય મૈગ્નીફઇંંગ ગ્લાસથી કામ નહીં ચાલે તેને માઈક્રોસ્કોપની જરૂર પડશે.

કોંગ્રેસ પર નિશાનો સાધતાં જનસભામાં કહ્યું કે કોંગ્રેસ જૂઠની કેટલી મોટી માસ્ટર છે તેલંગણાથી સારું કોણ જાણશે. કોંગ્રેસે પોતાના સૌથી મોટા નેતાના જન્મદિવસ પહેલા ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું હતું. તેમણે જૂઠ બોલ્યુ કે નહીં ?હવે તેઓ 1પ ઓગસ્ટ સુધી પોતાના વચન ટાળી રહ્યા છે જેથી લોકસભા ચૂંટણી પૂરી થાય અને પછી પોતાના હાથ ઉંચા કરી દે. શું આ તમારી સાથે દગો નથી ? આ લોકો સનાતનને ગાળ દેનારા લોકો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024