• સોમવાર, 20 મે, 2024

હવે વિદેશથી દારુગોળો નહીં મગાવે ભારત

આગામી નાણાકીય વર્ષ સુધીમાં દારુગોળાની આયાત પુરી રીતે બંધ કરવાનું લક્ષ્ય

નવી દિલ્હી, તા. 8 : ભારતીય સેના આગામી નાણાકીય વર્ષથી દારુગોળાની આયત પુરી રીતે બંધ કરવાના લક્ષ્યથી આગળ ચાલી રહી છે. કારણ કે ઘરેલુ ઉદ્યોગએ માગને પુરી કરવા માટે પોતાની ક્ષમતામાં વધારો કરી લીધો છે તેમજ વૈશ્વિક બજારનો એક મોટો હિસ્સો મેળવવા માટે પણ તૈયાર છે. આ જાણકારી એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે. સેના અમુક વર્ષ પહેલા વાર્ષિક જરૂરીયાત પુરી કરવા માટે આયાત ઉપર ખુબ નિર્ભર હતી. જો કે હવે ઉપયોગમાં લેવામાં આવતા 175 પ્રકારના દારુગોળામાંથી અંદાજીત 150 માટે સ્વદેશી ત્રોત મેળવી લીધો છે.આ કદમ પાછળનું લક્ષ્ય એવું છે કે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં હથિયારોની આયાતને પુરી રીતે

કરવાની છે.

ભારતીય સેનાના એડીજી (ખરીદ) મેજર જનરલ વીકે શર્માએ કહ્યું  છે કે, આગામી નાણાકીય વર્ષમાં દારુગોળો આયાત કરવામાં આવશેનહી. આ ઉપરાંત એવા મામલા ખુબ ઓછા છે જેમાં ઉદ્યોગ માટે નિર્માણ વાજબી બનતું નથી. પીએચડી ચેમ્બર તરફથી દારુગોળા ઉત્પાદન ઉપર આયોજીત એક સેમિનારમાં સેના અધિકારીએ કહ્યું હતું કે, આર્મી વર્તમાન સમયે વાર્ષિક 6000-8000 કરોડ રૂપિયાના દારુગોળાની ખરીદી કરે છે. હવે તેની આપૂર્તિ ભારતીય ત્રોતમાંથી કરવામાં આવશે.

સેનાના અધિકારીના કહેવા પ્રમાણે નેગેટિવ લિસ્ટ મારફતે દારુગોળાની આયાત ઉપર ધીરે ધીરે અંકુશ લાદવામાં આવશે. આ સાથે જ હવે વિદેશી આપૂર્તિકર્તા પાસેથી માત્ર 5-10 ટકા જરૂરીયાત પુરી કરવામાં આવી રહી છે. ઓર્ડનન્સ ફેક્ટરી ઉપરાંત છેલ્લા અમુક વર્ષમાં ઘણા પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી ચુકી છે. દેશના વિભિન્ન હિસ્સામાં દારુગોળાના પ્લાન્ટ ખુલી રહ્યા છે. સેનાના માનવા પ્રમાણે આગામી ક્ષમતાને ધ્યાને લઈને ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં એક મેજર પ્લેયર પણ બની શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024