મહારાષ્ટ્રનું
રાજકારણ ફક્ત 40 મુખ્ય ઘરાના ફરતે છે એવા નિષ્કર્ષ પર કેટલાંક વર્ષો પહેલાં કેટલાક
અભ્યાસુઓ પહોંચ્યા હતા. હવે આ ઘરાનામાં વધારો થયો હોવાથી ઘરાનાશાહીએ રાજકારણમાં પોતાની
પકડ શક્તિશાળી બનાવી છે તેવું હાલની ચૂંટણીમાં જણાઈ રહ્યું છે. ઘરાનાશાહીનું વર્ચસ્વ
ટકાવી રાખવા માટે હવે પક્ષોનાં ધારા-ધોરણ બંધન શિથિલ બન્યાં છે. નારાયણ રાણે અને તેમના
પુત્ર લાંબા રાજકીય પ્રવાસ પછી ભાજપમાં સ્થાયી થયા છે. હવે તેમના નાના પુત્ર ચિરંજીવ
નિલેશે એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો અને વિધાનસભા માટે ટિકિટ પણ મેળવી છે.
ગણેશ નાઈકને ભાજપે ઉમેદવારી આપી હોવા છતાં તેમનો પુત્ર સંદીપ શરદ પવારની રાષ્ટ્રવાદીમાં
જોડાયો છે તેમનું ધ્યેય એક જ એટલે કે નાઈક ઘરાનાના મંદા મ્હાત્રેને પાઠ શીખવવાનું છે.
મંદા મ્હાત્રે ભાજપના ઉમેદવાર છે. એટલે પિત્રા-પુત્ર પડોશના બે મતદાર ક્ષેત્રમાં પરસ્પર
વિરોધી પ્રચાર કરશે. આ કઈ જાત-કુળની રાજકીય નૈતિકતા? રાજ્યમાં ઠેકઠેકાણે આવું ચાલ્યું
છે!
બારામતીમાં
પણ ‘અમુક પવાર, તમુક પવાર’ એવી લડત થવાની છે. પવારના ઘરાનાની
પેઢી હવે પુખ્ત બની રહી છે. આ ક્રમમાં 50 વર્ષથી પવારના ઘરાના છતાં વિવિધ પક્ષના
20-22 વિધાનસભ્ય અને પાંચ-છ સાંસદ હશે. સામાજિક ન્યાયનાં લાંબાલચક ભાષણો આપનારા નેતાઓને
પોતાની પુત્રી, પુત્ર, ભત્રીજા, પુત્રવધૂ સિવાય ગરીબ, વંચિત, દલિત કુંટુબનાં સંતાનો
દેખાતાં નથી! પક્ષના કાર્યકર્તાઓ માટે વર્ષોથી પોતાના નેતાઓની સભામાં ગિરદી કરવા, બેઠકો
પછી શતરંજી વાળવાનું અને પક્ષના મોરચામાં સૂત્રોચ્ચાર કરવામાં જ જિંદગી ક્યાં પસાર
થઈ છે તેની ખબર નથી હોતી. દેશમાં ભૂતકાળમાં ડાબેરી અને જનસંઘ પરસ્પર વિરોધી વિચારધારા
ધરાવતા પક્ષ ઘરાનાશાહીથી મુક્ત હતા પણ હવે ભાજપને પણ ઘરાનાશાહીનો ચેપ લાગ્યો છે! અહિલ્યાનગર
જિલ્લામાં વિખે પાટીલ અને બાળાસાહેબ થોરાત ઘરાનાની ત્રીજી પેઢી હાલ એકબીજાં પર માછલાં
ધોઈ રહી છે, એટલે કે વેરઝેરનો વારસો પણ તેઓએ ટકાવ્યો છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ચૂંટણી
એટલે તમામ પક્ષોનાં સગાંસંબંધીઓનો કૌટુંબિક મેળાવડો લાગે. એક નેતાનો ભત્રીજો બીજા પક્ષનો,
તો બીજાનો જમાઈ ત્રીજા પક્ષમાં. ક્યારેક સગા ભાઈ ‘નુરા કુસ્તી’ કરી
જુદા જુદા પક્ષોમાં રહેતા હોય છે.
સ્વ.
બાળાસાહેબ ઠાકરેનું અડધું ભાષણ નેહરુ ગાંધીના ઘરાનાશાહી પર ટીકા કરવામાં સંભળાતું હતું
પણ તેમના પરિવારના પણ કેટલાક સભ્યો હાલ રાજકારણમાં છે. બધાએ મળી મહારાષ્ટ્રના રાજકારણનો
‘કચ્ચરઘાણ’ તો પહેલાં જ કર્યો, હવે બહુપક્ષીય ઘરાનાશાહીને
લઈ રાજકારણ નવા સ્તર પર પહોંચાડયું છે.