• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ : જૈન પરિવારના વસંતભાઇ ટપુભાઇ સંઘવીનું અવસાન થતાં તેમની પુત્રીઓ કાજલબેન વોરા, જયશ્રીબેન શાહ, વંદનાબેન મહેતા, શ્રદ્ધાબેન પારેખની ઇચ્છાથી જીવદયા ગ્રુપના સભ્ય નીરવભાઈ પારેખ, વિરેન્દ્રભાઈ સંઘવીની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું હતું. આ ચક્ષુદાન જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઈ મોદી તથા વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઇ દોશી, ચક્ષુદાન અભિયાનના અનુપમભાઈ દોશી દ્વારા કરાયું હતું અને ડો. ધર્મેશ શાહે સ્વીકાર કરેલ. બન્ને સંસ્થાનું આ 143મું ચક્ષુદાન છે.

જેતપુર: સ્વ. ઇશ્વરલાલ હેમતલાલ આશરાના પુત્ર મનીષભાઇ (ઉ.55)તે પ્રતિભાબેનના પતિ, કરણ અને સપનના પિતાશ્રી, નરેન્દ્રભાઇ, સ્વ. રોહિતભાઇ હેમતલાલ આશરાના ભત્રીજા, માલતીબેન, ચારૂબેન, રશ્મિબેન, વર્ષાબેનના ભાઇ, પ્રભુદાસ જેઠાલાલ પડીયા (સાવરકુંડલા)ના જમાઇનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13ના સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, વિભાગ નં.3, ફૂલવાડી, ભાદર રોડ, જેતપુર છે.

જૂનાગઢ: વામનરાય જોષીના પત્ની હંસાબેન તે મોહિતભાઇના માતુશ્રીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6 સિધ્ધેશ્વર મંદિર, શિવનગર, જોષીપરા, જૂનાગઢ ખાતે છે.

રાજકોટ: પ્રમોદિનીબેન દિલીપકુમાર પારેખ (ઉ.80) તે મીનુબેન દોશી, અશોકભાઇ પારેખના માતુશ્રી, યોગેનભાઇ દોશી, બીનાબેન પારેખના સાસુ, દર્શનભાઇના દાદીનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ને સોમવારે બપોરે 4 કલાકે વૈશાલીનગર ઉપાશ્રય, 5-વૈશાલીનગર, આમ્રપાલી સિટી સેન્ટરની સામે, રાજકોટ રાખેલ છે.

પોરબંદર: બ્રહ્મક્ષત્રિય જયંતિલાલ વન્દ્રાવન શનિશ્વરા (ઉ.75) તે સ્વ. ભગવાનજીભાઇ, સ્વ. દલપતભાઇ, સ્વ. ચીમનભાઇના નાના ભાઇ, પપ્પુભાઇ (શ્રી નિવાસ વાળા), મીનાબેન, જયભાઇના કાકા, રેણુકા આશરા, આરતી ગરાછ, તોરલ છાંટબાર, હેતલ લીયા, ભારતી વીંછીના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13નાં 4 થી 4-30 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ભવન, ખાખ  ચોક-2 ખાતે ભાઇ-બહેનોનું સંયુકત છે.

રાજકોટ: જશવંતરાય મોતીલાલ દવે (મુળ કેશીયા) તે સ્વ. વિનોદરાય, સ્વ. રમાબેન તેમજ સાવિત્રીબેન વસંતરાય જાનીના નાના ભાઇ, વિજયભાઇ, સંજયભાઇ દવેના કાકાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 5-30 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ. નટવરલાલ ચંદુલાલ દવેના પુત્રી દક્ષાબેન (બેનાબેન) નટવરલાલ દવે (ઉ.68) તે સ્વ. રમેશભાઇ નટવરલાલ દવેના નાના બેન, સ્વ. ઉમેશભાઇ (રાજુભાઇ), જયેશભાઇ (આર.એમ.સી.) નટવરલાલ દવેના મોટા બેન, જયદેવ, ભાર્ગવ, યશ, જય, ઉર્મિબેન, હિરલબેન, અંજલીબેનના ફઇબાનું તા.12ના અવસાન થયું છે.બેસણું તા.16નાં સાંજે 4 થી 6 અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલકાપુરી સોસાયટી, રૈયા રોડ, રાજકોટ છે. મો. 96240 96324/ મો. 98244 27099.

મોરબી: મુ. બારહટ, હજનાળી, હાલ મોરબી નિવાસી દશરથસિંહ લાલુભા ગઢવી (ઉ.40) (રેલવે પોલીસ) તે સ્વ. લાલુભા કરણીદાનના પુત્ર, ડો. કિશોરદાનના ભાઇ, મેહુલરાજના પિતાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13નાં સાંજે 4 થી 6 ગાયત્રીનગર શેરી નં.7, બાપા સીતારામ મઢુલી પાસે, વાવડી રોડ, મોરબી છે.

રાજકોટ: મોઢ વણિક મોરબી નિવાસી હાલ રાજકોટ હરિશભાઇ વ્રજલાલ પારેખ, સ્વ. વ્રજલાલ વિઠ્ઠલભાઇ પારેખના પુત્ર, સ્વ. શશીકાંતભાઇ, અતુલભાઇ, સ્વ. વિલાસબેન જે. મણીયારના ભાઇ, વૃંદાવનના પિતાશ્રી, આશીષભાઇ, સૌરભભાઇ તથા ઉર્મિલભાઇના કાકીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4-30 થી 5-30 ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક-2, રૈયા ચોકડી રાજકોટ છે.

રાજકોટ: મોઢવણિક રમાગૌરી શાંતિલાલ પારેખ (ઉ.100) તે સ્વ. શાંતિલાલ બળવંતરાય પારેખના પત્ની, સ્વ. મુકેશભાઇ, સતિષભાઇ, જ્યોતિન્દ્રભાઇ (યુએસએ), મીનાબેન શૈલેષભાઇ મહેતા, શોભનાબેન રજનીભાઇ પરીખ, મનિષાબેન અશોકકુમાર પરીખના માતુશ્રી, સ્વ. રેખાબેન, શ્રીમતી પ્રતિમાબેન, શ્રીમતી દક્ષાબેનના સાસુ, વિશાલ, ગૌરવ, અમોલ, નૃપા, તન્વીના દાદી, ભાવનગર નિવાસી સ્વ. જેઠાલાલ દેવચંદ પારેખના પુત્રીનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13ના સાંજે 4-30 થી 6 મોઢવણિક વિદ્યાર્થી ભવન, 5 -રજપુતપરા, રાજકોટ છે.

અમરેલી: વાણંદ અરજણભાઈ નારણભાઈ વાઘેલાના પુત્ર, રમેશભાઇ તે જીજ્ઞેશભાઇ, મનીષભાઇ, અલ્પાબેનના પિતાશ્રી તથા ક્રિષભાઇ, હર્ષ, કાવ્યા, ધન્વીના દાદાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સવારે 9થી 6 સુધી સત્યનારાયણ સોસાયટી, હનુમાનજીનાં

મંદિરે છે.

પોરબંદર : જયશ્રીબેન દેવજીભાઈ જોષી (ઉં.66) (મજીવાણા) તે સ્વ. દેવજીભાઈ ઓધવજીભાઈનાં પત્ની, હેમલ અને દિપેનભાઇનાં માતુશ્રીનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ના સાંજે 4થી 5 ગ્લોબલ હોસ્પિટલની બાજુની ગલીમાં, છાયા ચોકી પાસે નિવાસસ્થાને છે.

રાજકોટ: મોઢવણિક સ્વ. ઉષાબેન જવાહરભાઈ ગાંધી, તે સ્વ. જવાહરભાઇ હેમચંદ ગાંધીનાં પત્ની, અશોકભાઇ વોરાનાં બહેન, જેપ્રીસ ગાંધી (સીગ્મા ઇન્સ્યોરન્સ બ્રો. પ્રા.લી.)નાં માતુશ્રી, કોમલ ગાંધીનાં સાસુ, રિયાનાં દાદીમા, જયંતીભાઈના નાના ભાઇનાં પત્ની, રવિભાઇ કલ્પેશભાઇનાં ભાભીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 5 સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, કોટેચા ચોક પાસે, રાજકોટ છે. મો.નં. 98255 06363/ 98790 73001.

 

ઇ-પેપરના નવા શુલ્ક