• શુક્રવાર, 28 માર્ચ, 2025

avsan nondh

રાજકોટ: જૂનાગઢ નિવાસી હાલ વડોદરા સ્થિત નરેન્દ્રપ્રસાદ અમૃતલાલ દવે તે નિખિલભાઈ, દર્શનભાઈના પિતાશ્રી, રમેશભાઈ, જેંતીલાલ, બાલકૃષ્ણભાઈ, વિજયભાઈ, કાંતાબેન નવલશંકર મહેતાના ભાઈનું તા.10ના અવસાન થયું છે.

રાજકોટ: શ્રી ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રાહ્મણ કોઠારીયા નિવાસી હાલ રાજકોટ સૂર્યકાંતભાઈ લાભશંકરભાઈ જોષી (ઉ.85) તે સ્વ.લાભશંકર શિવશંકર જોષીના મોટા પુત્ર, સ્વ.ઉષાબેનના પતિ, સ્વ.ગુલાબરાય, બિપિનભાઈ, વસંતભાઈના મોટાભાઈ, વિપુલભાઈ, પ્રજ્ઞેશભાઈ, સ્વ.હીનાબેન પંકજકુમાર પંડયા (જૂનાગઢ), અંજનાબેન વિપુલકુમાર ઉપાધ્યાય (રાજકોટ)ના પિતાશ્રી, પ્રતિક્ષાબેન વી.જોષી તથા તન્વીબેન પી.જોષીના સસરા, વિપ્રા, ઋષિકા, પ્રાંજલ, આત્મનના દાદ, સ્વ.રતિલાલ શિવશંકર ભટ્ટ (ગુંદાસરા)ના જમાઈ, મધુસુદનભાઈ, હસુભાઈના બનેવીનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તથા બેસણું (બંને પક્ષનું) તા.13ના સાંજે 4 થી 6, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી ખાતે છે.

રાજકોટ: રસીલાબેન વિજયભાઈ ખેતાણી મુળગામ તાલાલા ગિર હાલ રાજકોટનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 5 થી 7 તેમના નિવાસ સ્થાને છે.

તાલાલા ગિર: સ્વ.ધનજીભાઈ નારણદાસભાઈ કાનાબારના પત્ની નિર્મળાબેન (ઉ.88) તે સુરેશભાઈ, હિતેશભાઈ (પીપલ્સ બેંક), ભાવેશભાઈ (િશવમ ટ્રેડર્સ)ના માતુશ્રી, સ્વ.નાથાલાલ મનજીભાઈ જીવાણી, સ્વ.વ્રજલાલ મનજીભાઈ જીવાણીના બહેનનું તા.10મીએ અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.13ના સાંજે 4 થી 5, ભુતનાથ મંદિર, પીપળવા રોડ, તાલાલા ગિર ખાતે છે.

તળાજા: દિલીપસિંહ હાદુભા વાળા તે સ્વ.રણવીરસિંહ, હરદીપસિંહના પિતાશ્રી, ઘનશ્યામસિંહ, રાજેન્દ્રસિંહ (આંબલા), અરવિંદસિંહ (ભાવનગર), કનકસિંહ, હરદેવસિંહ (આંબલા)ના કાકા, રૂદ્રવીરસિંહ, રણદીપસિંહ તથા હિતેન્દ્રસિંહ, બલદેવસિંહ, અમરદીપસિંહના દાદાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13 થી 15, 17, 20, 21ના રોજ નદીના સામે કાંઠે ભીડભંજન મહાદેવ મંદિર પાસે છે.

ઢસા: જયેશભાઈ અરવિંદભાઈ મકવાણા (ઉ.28) તે અરવિંદભાઈ છગનભાઈ મકવાણાના પુત્ર, સ્વ.મનસુખભાઈ, પ્રભુભાઈના નાનાભાઈના દીકરાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ના સવારે 8 થી સાંજે 5 સુધી તેમના નિવાસ સ્થાને એકતા ગેરેજની બાજુમાં, ભાવનગર રોડ, ઢસા ગામ છે.

રાજકોટ: સ્વ.વસંતલાલ મગનલાલ દેસાઈના મોટા પુત્ર ભરતભાઈ તે ચારૂબેનના પતિ, પારસભાઈ (આદિત્ય ગ્લાસ), એડવોકેટ હિતીક્ષા એસ.પીઠડીયાના પિતાશ્રી, રાજુભાઈ, સ્વ.અશોકભાઈ, દિવ્યેશભાઈ તથા હીનાબેન વિનેશકુમાર મહેતાના મોટાભાઈ, સ્વ.રમણીકલાલ વિઠ્ઠલજી બેનાણી (ગોંડલવાળા)ના જમાઈનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14ના સવારે 10 થી 12 સુધી, સોપાન હાઈટસ, ફેઝ-1, ડ્રીમ સીટીની સામે, શાંતિનગર ગેટની અંદર, રામાપીર ચોકડી, રાજકોટ છે.

દ્વારકા: હમુસર નિવાસી તેજાભા લખુભા હાથલનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના સાંજે 5-30 કલાકે તેમના નિવાસ સ્થાન, હમુસર, તા.દ્વારકા છે.

રાજકોટ: દશા સોરઠીયા વણિક વડોદરા નિવાસી (મુળ નવાગામ) રજનીકાંત વ્રજલાલ વિભાકર (િનવૃત્ત કાર્યપાલક ઈજનેર જીઈબી) તે સ્વ.વ્રજલાલ કાલિદાસ વિભાકરના પુત્ર, ઈલાબેનના પતિ, બીજલ અને પુત્રી દર્શીની ભુષણ જોષીના પિતાશ્રી, કેયાના સસરા અને અંશના દાદા, અમૃતલાલ નરભેરામ શાહના જમાઈ, નવીનભાઈ, સ્વ.કનકરાય, સ્વ.ચંદુભાઈ, હસુભાઈ, કિશોરભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ, મંજુબેન શાહ અને હર્ષાબેન ધ્રુવના ભાઈ, રમેશભાઈ, ધિમંતભાઈ અને રાજેશભાઈ શાહના બનેવીનું તા.9ના વડોદરા મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના સાંજે 4 થી 6, ડી.સી.પટેલ લાયન્સ કોમ્યુનિટી હોલ, નવી કોર્ટની બાજુમાં, જુના પાદરા રોડ, વડોદરા છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જામનગર: મુળ ટંકારા હાલ જામનગર નિવાસી મુક્તાબેન વિષ્ણુપ્રસાદ જાની (મંગુબેન)(ઉ.92) તે સ્વ.િવષ્ણુપ્રસાદ ભગવાનજી જાનીના પત્ની, સ્વ.શાત્રી મહાશંકર નવલશંકર ત્રિવેદી (સંસ્કૃત પાઠશાળા) તથા સ્વ.જનાર્દનભાઈ ત્રિવેદીના નાના બહેન, શકુંતલાબેન ભુપેન્દ્ર રાવલ (વુલન મિલ કન્યા શાળા), મંદાકિનીબેન પ્રફુલ્લચંદ્ર ત્રિવેદી (આયુર્વેદ યુનિ.) અને મીનાક્ષીબેન જાની (આણદાબાવા સેવા સંસ્થા)ના માતાનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા (બંન્ને પક્ષની) તા.13ના 4 થી 5, આણંદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ, લીમડા લાઈન, જામનગર છે.

જામનગર: ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના અને બોલબાલા ટ્રસ્ટ જામનગરના હેડ પુર્વ નગરસેવક ચેતન કાંતિલાલ ઉપાધ્યાય (ઉ.54) તે નરેન્દ્રભાઈ ઉપાધ્યાય (પુર્વ કર્મચારી જેએમસી), ધીમંતભાઈ, કમલેશભાઈ, સ્વ.મયુરીબેન, અંજનાબેન, દિપ્તીબેન, સ્વ.ભાવનાબેનના ભાઈ, તીર્થા ઉપાધ્યાય, વિકલ્પ, પાર્થ અને ધૈર્ય ઉપાધ્યાયના કાકાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 5 થી 6, રણજીતનગર, એફ-14, સીવીક સેન્ટરની પાછળ, જામનગર ખાતે ભાઈઓ-બહેનો માટે છે.

જૂનાગઢ: નવીનચંદ્ર કાનજીભાઈ બગથરીયા (ઉ.71)(આર.એન્ડ બી.જૂનાગઢ) તે ધર્મેશ, સ્વ.નૈમિષના પિતાશ્રી, સ્વ.દેવજીભાઈ, શૈલેન્દ્રભાઈ બગથરીયાના નાનાભાઈ, કૌશિક, યોગેશ, પ્રિયેશના કાકા, મીનાબેન દિપકકુમાર ભાયાણી, નીતા મયુરકુમાર સમેજાના કાકા, નિવાન, ક્રિશીવ તથા દ્વિજના દાદા, સ્વ.છગનભાઈ માવજીભાઈ બુધેલીયા (વડોદરા)ના જમાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6, શુભેશ્વર મહાદેવ મંદિર, ખલીલપુર રોડ, જોષીપુરા, જૂનાગઢ છે.

રાજકોટ: ગુલાબચંદ ઝવેરચંદ શાહ (મૂળગામ વડોદરા ઝાલાના) (ઉં.8પ) હાલ કાંદિવલી (વેસ્ટ) તે સ્વ.ઝવેદચંદ ભાણજી શાહના પુત્ર, હીરાલક્ષ્મીબેનના પતિ, હિતેન, ભાવિક, પ્રતિકના પિતાશ્રી, સ્વ.દેવચંદભાઈ, સ્વ.રમણીકભાઈ, રસિકભાઈ, સ્વ.તારાબેન, સ્વ.પુષ્પાબેન અને ભાનુબેનના ભાઈનું તા.પના અવસાન થયું છે. સાદડી તા.13ના 4થી 6 દીપકભાઈ રમણીકલાલ શાહના નિવાસ સ્થાને 3/દર્શન રેસીડેન્સી, કૈલાશધારા પાર્ક, સંતોષપાર્ક મેઈન રોડ, મણીનગરની બાજુમાં, બાલાજી ફ્લેટની સામે, રાજકોટ છે.

રાજકોટ: મૂળ પોરબંદર હાલ રાજકોટના હરસુખલાલ કાનજીભાઈ મદલાણી (ઉં.વ.76) તે ક્રિષ્નાબેન આશિષભાઈ કોટકના પિતાશ્રી, લક્ષ્મીદાસભાઈ, સ્વ.વલ્લભદાસભાઈના ભાઈ, સ્વ.રતિલાલ ગોરધનદાસ જોબનપુત્રાના જમાઈ, મનીષભાઈ મદલાણી (પોરબંદર)ના કાકાનું તા.8ના અવસાન થયું છે.

રાજકોટ: સોની કાંતાબેન ગીરધરલાલ વડનગરા તે સ્વ.સોની ગીરધરલાલ હરજીવનદાસ વડનગરા (થાનવાળા)નાં પત્ની, સોની વૃજલાલ, શાંતીલાલ તથા સુરેશભાના ભાભી, ભરતભાઈ, રસીલાબેન, કિરણબેન તથા કલ્પનાબેનના માતુશ્રી, ધ્વનેષા, સન્નીના દાદી, સોની આત્મારામ કુબેરદાસ ભાલાણી (સાયલા)ના પુત્રીનું તા.11ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.13ના સવારે 10.30થી 1ર શ્રી વાઘેશ્વરી માતાજીની વાડી, યુનિટ નં.3 રામનાથપરા, રાજકોટ છે.

રાજકોટ: જગદીશભાઈ લીલાધરભાઈ ઠક્કર (ઉં.પ8) તે સ્વ.લીલાધરનાં પુત્ર, દિનેશભાઈ, બીપીનભાઈ, દિલીપભાઈના ભાઈ, હિરેન ખુશ્બુ શ્રદ્ધાનાં કાકાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી પ પામ યુનિવર્સ હોલમાં ગંગોત્રી પાર્ક મેઈન રોડ, શિલ્પન ઓનેક્ષની બાજૂમાં છે.

રાજકોટ: નિર્મળાબેન લીલાધરભાઈ ઠક્કર તે (ઉં.83) તે લીલાધરભાઈ ગીરધરભાઈ ઠક્કર મુંબઈના પત્ની, દિનેશભાઈ, બીપીનભાઈ, દિલીપભાઈ, સ્વ.જગદીશભાઈના માતૃશ્રી, દક્ષાબેન, બીનાબેન, રીટાબેનના સાસુ, હિરેન, ખુશ્બુ, શ્રદ્ધાના દાદીમા અને સ્વ.તારાબેન દાવડા, સ્વ.રામદાસભાઈ કાનાણીના બેનનું તા.10ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી સાથે તા.13ના સાંજે 4થી પ યુનિવર્સ, ના.હોલમાં ગંગોત્રી પાર્ક મેઈન રોડ, શિલ્પન ઓનક્સની બાજુમાં છે.

રાજકોટ: સંજયભાઈ પ્રાગજીભાઈ સોલંકી તે સ્વ.પ્રાગજીભાઈ જેઠાભાઈ સોલંકીના પુત્ર, મુકેશભાઈ, યોગેશભાઈના નાનાભાઈ, હેમાક્ષીબેનના પતિ, રાહીલ, ચાર્મીના પિતાશ્રી, અલ્કાબેન જયેશભાઈ ગગલાણી, રાજેશ હિમતલાલ અને સંજય લોટીયાના બનેવીનું તા.10ના અવસાન થયું છે.  બેસણું તા.13ના સાંજે 4થી 6 જાગનાથ મંદિર, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

રાજકોટ: સોની જમનાદાસ લાલજીભાઈ આડેસરા ધ્રોલવારાના દિકરા સોની હરકિશનભાઈ (ઉં.76) તે સ્વ.સોની પ્રફૂલભાઈ (સુરત), સ્વ.સોની મનુભાઈ, જેતપરવાળા સોની કિરણબેન લલીતભાઈ રાણપરુના મોટાભાઈ, પરાગભાઈ, ડિમ્પલબેન, ચંદ્રેશકુમાર પારેખના પિતાશ્રી, મોરબીવાળા સોની મૂળજીભાઈ માધવજીભાઈ વાગડિયાના જમાઈ, દલસુખભાઈ, રતીલાલ, વલ્લભભાઈ, મનહરભાઈના બનેવીનું તા.10ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.13નાં શ્રી વાઘેશ્વરી વાડી, યુનિટ નંબર-3 ખાતે છે.

રાજકોટ: સ્વ.રસિકલાલ પુરુષોત્તમ શાહના પુત્ર રાજકોટ નિવાસી હેમંતભાઈ (ઉં.79) તે સ્વ.મીનાક્ષીબેનના પતિ, સ્નેહલ, તારકના પિતાશ્રી, સ્વ.પ્રફુલ્લભાઈ, જગદીશભાઈ, પદ્માબેન ચંદ્રકાંત શેઠના ભાઈ, ધીમંતરાય મહેતા (જામનગર)ના જમાઈનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સવારે 10.30 બાવન જીનાલય, શક્તિનગર મેઈન રોડ, ન્યૂ પરિમલ સ્કૂલ, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: જીવતીબેન બાબુભાઈ ઉંધાડ (ઉં.86) તે સ્વ.બાબુભાઈ રણછોડભાઈ ઉંધાડના પત્ની, નટુભાઈ, ભરતભાઈ ઉંધાડના માતુશ્રી, નિર્મળાબેન નટુભાઈ ઉંધાડ, ભાવનાબેન ભરતભાઈ ઉંધાડના સાસુનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6 ઓમ કાલેશ્વર મંદિર, શેરી નં.ર/3, જૂનું ઓમનગર, મવડી પ્લોટ, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક