જામનગરમાં 31, ગીર-સોમનાથમાં 21, પોરબંદરમાં 6, અમરેલીમાં 4, દ્વારકામાં 3, સુરેન્દ્રમગરમાં 5 પાકિસ્તાની નાગરિક
રાજકોટ, તા.25: જમ્મુ કાશ્મીરના
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં
ત્રણ ગુજરાતીઓ સહિત 26 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે
પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો, ત્યારે રાજ્યમાં
રહેતા પાકિસ્તાની નાગરિકોને લઈને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પણ કોઈના
કોઈ કારણસર જે પાકિસ્તાની નાગરિકો આવ્યા છે તેમને પરત પાકિસ્તાન મોકલવાની કવાયત તેજ
કરી દેવાઈ છે. ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા વાળા 438, જ્યારે શોર્ટ ટર્મ વિઝાવાળા 7 પાકિસ્તાની નાગરિકો છે. જેમાંથી
સૌરાષ્ટ્રમાં 142લોંગટર્મ વિઝા ધરાવતા નાગીરકો છે. સૌથી વધુ પાકિસ્તાની નાગરિક રાજકોટ
અને જુનાગઢમાં 36-36, જ્યારે જામગરમાં 31, ગીર-સોમનાથમાં 21, પોરબંદરમાં 6, અમરેલીમાં
4, દ્વારકામાં 3, સુરેન્દ્રનગરમાં 5 પાકિસ્તાની નાગરિકો છે. આ બધાની પોલીસે યાદી તૈયાર
રાખી છે. જો કે આ બધા લોંગ ટર્મ વિઝા ઉપર હોવાથી સરકારની ગાઇલાઇનની રાહ જોવાઇ રહી છે
ત્યાર પછી જે નિર્ણય આવશે તેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય
છે કે કેન્દ્ર સરકારના આદેશ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને
તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીને સૂચના આપી દીધી છે.
પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન મોકલવાની ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઈ છે જ્યારે જે હિંદુ
શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.