• બુધવાર, 07 મે, 2025

પહલગામ હુમલો : શહીદના પરિવારજનોને મળતાં રાહુલ

નેવી અધિકારી વિનય નારવાલના ઘરે પહોંચ્યા

કરનાલ તા.6 : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા નેવીના જવાન લેફ.વિનય નારવાલના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને મળી તેમને સાંત્વના પાઠવી હતી. એક દિવસ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીના પત્ની સુમન સૈનીએ કરનાલ ખાતે શ્રદ્ધાંજલી સભામાં હાજરી આપી દિવંગત જવાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. મુખ્યમંત્રી સૈની શહીદના પરિવારને રૂ.પ0 લાખની સહાય અને એક સદસ્યને સરકારી નોકરીનું એલાન કરી ચૂકયા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક