• ગુરુવાર, 02 મે, 2024

નક્સલવાદીઓના છેવટના દિવસો

છત્તીસગઢમાં નક્સલવાદ વિરોધી અૉપરેશનમાં કાર્યરત સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. રાજ્યના કાંકેર જિલ્લામાં બૉર્ડર સિક્યોરિટી ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોએ એક સંયુક્ત અૉપરેશનમાં ટોચના નક્સલવાદી કમાન્ડર શંકર રાવ સહિત 29 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. શંકર રાવ સામે પચીસ લાખનું ઈનામ હતું. નક્સલવાદીઓ પાસેથી ભારે સંખ્યામાં  હથિયાર અને દારૂગોળો તેમ જ એકે-47 રાઈફલ અને ત્રણ એલએમજી પણ મળી છે.

દાયકાઓથી નક્સલવાદ રાષ્ટ્રની આંતરિક સુરક્ષા માટે પડકાર છે. લોકસભાની ચૂંટણી પહેલાં નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટા અભિયાનને અંજામ આપવામાં આવ્યો છે જે સરકાર વતી ટૂંકો અને ટચ સંદેશ છે કે નક્સલવાદ વિરુદ્ધનું અભિયાન નહીં અટકે. ચૂંટણીમાં કોઈપણ પ્રકારનો અવરોધ કરવાના દુ:સાહસ વિશે નક્સલવાદીઓ વિચારે પણ નહીં. નક્સલવાદના અંત માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. આ પગલાંથી બસ્તર જેવા નક્સલવાદી વિસ્તારોમાં લોકોનો ડર ઓછો થશે અને લોકો ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લઈ શકશે.

હાલમાં જ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સરકાર આગામી ત્રણ વર્ષમાં નક્સલવાદનો ખાતમો બોલાવી દેશે. દેશનાં નક્સલવાદી પ્રભાવિત રાજ્યોમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનાં અભિયાન ચાલતાં રહે છે. કારણ કે નકસલવાદીઓ માથા ઊંચકતા રહે છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીનું અહિંસક આંદોલન આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. લોકતંત્ર પ્રણાલીમાં સુધાર અને બદલાવ એક સતત પ્રક્રિયા છે, આ વ્યવસ્થામાં રહીને સરળતાથી કામ કરી શકાય છે, પરંતુ પરિવર્તનની કલ્પનાને સાકાર કરવા માટે અંધ હિંસાનો માર્ગ અંધકારની ગર્તામાં જ ધકેલી દેશે. આપણા જ રાષ્ટ્રના નિર્દોષ લોકો વિરુદ્ધ હિંસા હંમેશાં સ્વીકાર્ય નથી છતાં હિંસાના અંત માટે ‘ઍકશનઅનિવાર્ય છે.

આજકાલ ‘શહેરી નક્સલવાદીજેવા શબ્દો પણ સંભળાઈ રહ્યા છે. ડાબેરી વિચારકો અને નક્સલવાદીઓ પ્રતિ સહાનુભૂતિ રાખનારા સરકારી સુરક્ષા દળોની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. 2004થી દેશમાં નક્સલવાદ ત્રીજા તબક્કામાં છે, પ્રથમ તબક્કો 1967થી 1980 સુધીનો રહ્યો હતો. નક્સલવાદનો ગંભીર પડકાર જોતાં 2006થી સરકારે એક અલગ વિભાગ બનાવ્યો છે.

સરકાર નક્સલવાદીઓની વિરુદ્ધ સુરક્ષા દળોનાં પગલાંની સાથે નક્સલવાદી પ્રભાવિત વિસ્તારોમાં મૂળભૂત માળખાં, કૌશલ વિકાસ, શિક્ષણ, ઊર્જા અને ડિજિટલ કનેક્ટિવિટીના વિસ્તાર પર કામ કરી રહી છે. 2013માં નક્સલવાદીઓને રોજગાર માટે તકો ઊભી કરવામાં આવી, તો 2017માં કેન્દ્ર સરકારે આઠ સૂત્રીય ‘સમાધાનનામથી એક યોજના શરૂ કરી. અૉપરેશન અૉલઆઉટ ચાલી રહ્યું છે. સમર્પણ કરનારા નક્સલવાદીઓના પુનર્વસનની વ્યવસ્થા થઈ રહી છે. નક્સલવાદીઓ દેશી-િવદેશી મદદ દ્વારા સુરક્ષા દળોને પડકાર બન્યા છે. આ માટે નક્સલવાદનો ખાતમો અનિવાર્ય છે.

ઇ-પેપરના નવા શુલ્ક