વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોને
પોલીસે ઢસડીને વાનમાં બેસાડ્યાં, કેટલાક વ્યાયામ
શિક્ષકોને ઈજા
હડતાલ સમાપ્ત થયાની અફવા ફેલાઈ,
આંદોલન ચાલુ હોવાની સંઘ પ્રમુખની સ્પષ્ટતા
અમદાવાદ, તા. 29: રાજ્યમાં એક
તરફ આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે બીજી તરફ વ્યાયામ શિક્ષકોએ પણ
સરકાર સામે મોરચો માંડ્યો છે. વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં છેલ્લા 12દિવસથી પોતાની
પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.આજે હડતાળનો 13 મો દિવસ હોવા છતાં વ્યાયામ
શિક્ષકોની કાયમી ભરતીની માગ સ્વીકારવામાં આવી નથી જેથી હવે વ્યાયામ શિક્ષકો પણ લડી
લેવાના મુડમાં છે. ગત 17 માર્ચથી આંદોલન પર ઉતર્યા છે. વ્યાયામ શિક્ષકોએ માગ નહીં સંતોષાય
ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી છે ત્યારે આજે પણ વ્યાયામ શિક્ષકો
ગાંધીનગરમાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા આ વ્યાયામ શિક્ષકોની
અટકાયત કરવામા આવી હતી. આ દરિયાન પોલીસ અને વ્યાયામ શિક્ષકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
પોલીસે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોને ઢસડી ઢસડીને વાનમાં બેસાડ્યાં હતા. ત્યારે આ ઘર્ષણમાં કેટલાક વ્યાયામ શિક્ષકોને
ઈજા પણ પહોંચી હતી.
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની
હડતાલ સમાપ્ત થયાની ફેલાઈ અફવા ફેલાઇ હતી. આરોગ્ય કર્મચારીઓ કામ પર પરત ફર્યા હોવાની
અફવા વહેતી થઈ હતી. આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખે હડતાળ સમાપ્ત થયાની અફવાનું ખંડન
કર્યું હતું. તેમણે કહ્યું કે, અમારી માંગણી અને હડતાળ બંન્ને યથાવત્ છે. સોશિયલ મીડિયા
પર વાયરલ થયેલા મેસેજને ખોટા ગણાવવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મચારીની હડતાળમાં બે ફાટા
પડી ચુક્યા છે. ખેડા સહિત કેટલાક જિલ્લામાં કર્મચારીઓ કામ પર પરત ફર્યા હોવાનો દાવો
કરવામાં આવ્યો હતો. પ્રમુખ રણજીતાસિંહ મોરીએ હડતાળ યથાવત હોવાનું જણાવ્યું હતું.