• બુધવાર, 02 એપ્રિલ, 2025

રાજસ્થાન વિરૂધ્ધ ચેન્નાઇને 183 રનનું વિજય લક્ષ્ય નીતિશ રાણાની 36 દડામાં 81 રનની વિસ્ફોટક ઇનિંગ

ગુવાહાટી તા.30:  ચેન્નાઇ સુપર કિંગ્સ વિરૂધ્ધ વનડાઉન બેટર નીતિશ રાણાના વિસ્ફોટક 81 રન છતાં રાજસ્થાન રોયલ્સ ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટે 182 રને હાંફી ગઇ હતી. આખરી 10 ઓવરમાં રાજસ્થાનની રન રફતાર અંકુશ મુકવામાં સીએસકેના બોલર્સ સફળ રહ્યા હતા. 10થી 20 ઓવર દરમિયાન રાજસ્થાનના 83 રન થયા હતા આ દરમિયાન 7 વિકેટ ગુમાવી હતી. નીતિશ રાણાએ ફોર્મમાં વાપસી કરીને વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે ફકત 36 દડામાં 10 ચોક્કા અને પ છક્કાથી ધૂંઆધાર 81 રન કર્યાં હતા. તે અશ્વિનના દડામાં ધોનીના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. અન્ય રાજસ્થાની બેટધર મોટી ઇનિંગ રમી શકયા ન હતા. રાણા અને કેપ્ટન રિયાન પરાગ વચ્ચે બીજી વિકેટમાં 42 દડામાં 82 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પરાગે 28 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી 37 રન કર્યાં હતા. આથી રાજસ્થાનના 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બન્યા હતા.

 રાજસ્થાનના બન્ને ઓપનર સંજૂ સેમસન (20) અને યશસ્વી જયસ્વાલ (4) નિષ્ફળ રહ્યા હતા. ધ્રુવ જુરેલ 4, શિમરોન હેટમાયર 19, જોફ્રા આર્ચર 0, કુમાર કાર્તિકેય 1 રને આઉટ થયા હતા. સીએસકે તરફથી ખલિલ અહમદ, નૂર અહમદ અને પથિરાનાએ 2-2 વિકેટ લીધી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગઢડાના ટાટમ નજીક કાર અને બુલેટ વચ્ચે અકસ્માત : દાદા-પૌત્રીના મૃત્યુ કારચાલક સહિત બે લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા April 01, Tue, 2025