ભારત-અમેરિકા નાગરીક પરમાણુ સમજૂતી હેઠળ
મળી ઐતિહાસિક મંજૂરી
નવી
દિલ્હી, તા. 30 : અંદાજીત બે દશક લાંબી રાહ બાદ ભારત-અમેરિકા નાગરીક પરમાણુ સમજૂતિ
હેઠળ ભારતમાં પરમાણુ રિએક્ટરના નિર્માણ અને ડિઝાઈન માટે અમેરિકી કંપનીને એક ઐતિહાસિક
મંજૂરી મળી છે. અમેરિકી ઊર્જા વિભાગ (ડીઓઈ)થી મળેલી મંજૂરી બાદ હોલ્ટેક ઈન્ટરનેશનલને
લીલી ઝંડી મળી છે. હવે અમેરિકી કંપનીને ભારતમાં ન્યુક્લિયર રિએક્ટર બનાવવા અને ડિઝાઈન
કરવા માટે મંજૂરી મળી શકે છે.
હોલ્ટેકને
ભારતની ત્રણ કંપની હોલ્ટેક એશિયા, ટાટા કંસલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ અને લાર્સન એન્ડ
ટુબ્રોને અપ્રશિક્ષિત નાના મોડયુલર રિએક્ટર ટેક્નીક ટ્રાન્સફર કરવાની મંજૂરી મળી છે.
હોલ્ટેક ઈન્ટરનેશનલ ભારતીય-અમેરિકી ઉદ્યોગપતિ ક્રિસ પી સિંહ દ્વારા પ્રમોટ કરવામાં
આવેલી કંપની છે. જેણે 2010થી પુણેમાં એક એન્જીનિયરિંગ યુનિટ અને ગુજરાતમાં એક નિર્માણ
યુનિટ સ્થાપિત કર્યું છે. આ મંજૂરી બાદ સંભવ છે કે કંપની સંશોધનની માગણી કરી શકે છે
અને અન્ય સરકારી સંસ્થાઓને પણ યાદીમાં જોડશે.