• રવિવાર, 03 મે, 2026

તળાજાના સાખડાસર-1ના પાટિયા પાસે અકસ્માત, ભૂંભલીનું વૃદ્ધ દંપતી ખંડિત

બે મહિલાને ગંભીર ઇજા થતાં સારવારમાં

તળાજા, તા.2 : તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર સવારે વાહન અકસ્માતમાં એક કિશોરને ગંભીર ઇજા બાદ સાંજના સમયે સાખડાસર-1ના પાટિયા નજીક ખૂંટિયા સાથે બાઇક અથડાયા બાદ અન્ય બાઇક સાથે અથડાતા બાઇક સવાર વૃદ્ધ દંપતી ખંડિત થયું હતું. બે મહિલાને ઇજાઓ થતા ભાવનગર ખસેડવામાં આવી છે. ઘોઘા તાલુકાના ભૂંભલી ગામના મૂળ રહેવાસી અને હાલ સુરત સ્થાયી થયેલા પરષોત્તમભાઈ સુગભાઈ સેંતા (ઉં.વ.60), જયાબેન પરષોત્તમભાઈ (ઉં.વ.58), શીતલબેન પરષોત્તમભાઈ લગ્નના કામે તળાજા આવ્યા હતા. બાઇક પર ભગુડા, બગદાણા દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજના સમયે સાંકડાસર-1ના પાટીયે રસ્તા પર આખલા બાદ અન્ય બાઇક સાથે અકસ્માત થતાં પરષોત્તમભાઈનું મૃત્યુ થયું અને બન્ને મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક