• રવિવાર, 01 જૂન, 2025

માર્શ અને માર્કરમની અર્ધસદીથી હૈદરાબાદ સામે લખનઉના 7/205 ઋષભ પંત (7)ની નિષ્ફળતા યથાવત: પૂરનના ઝડપી 45 રન

લખનઉ તા.19: મિચેલ માર્શ (6પ) અને એડન માર્કરમ (61) વચ્ચેની પહેલી વિકેટમાં 63 દડામાં 11પ રનની ઝડપી ભાગીદારીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધના કરો યા મરો સમાન મેચમાં લખનઉ સુપર જાયન્ટસ ટીમે 20 ઓવરના અંતે 7 વિકેટે 20પ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પાવર પ્લેમાં માર્શ અને માર્કરમે પાવર હિટિંગ કરીને 69 રન કરી એલએસજીને આક્રમક શરૂઆત આપી હતી. બીજી તરફ એલએસજી કેપ્ટન ઋષભ પંત (7)ની નિષ્ફળતા યથાવત રહી હતી. પૂરને 4પ રન કર્યાં હતા.

મિચેલ માર્શે 39 દડામાં 6 ચોક્કા અને 4 છક્કાથી ધૂંઆધાર 6પ રન અને એડન માર્કરમે 38 દડામાં 4 ચોક્કા-4 છક્કાથી ઝડપી 61 રન કર્યાં હતા. જયારે આઉટ ઓફ ફોર્મ ઋષભ પંત 7 રને ઇશાન મલિંગાના અદભૂત કેચથી કોટ એન્ડ બોલ આઉટ થયો હતો. ડેથ ઓવર્સમાં કેરેબિયન ફટકાબાજ નિકોલસ પૂરને 26 દડામાં 6 ચોક્કા અને 1 છક્કાથી 4પ રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આકાશદીપે ઇનિંગના આખરી બોલ પર સિકસ ફટકારી હતી. આથી લખનઉનો સ્કોર 7 વિકેટે 20પ રન થયો હતો. આ ઓવરમાં બે રન આઉટ સહિત લખનઉ ટીમે 3 વિકેટ ગુમાવી હતી.

આયુષ બદોની 3 રને, અબ્દુલ સમદ 3 રને અને શાર્દુલ ઠાકુર ચોક્કો ફટકારીને આઉટ થયા હતાં. રવી બિશ્નોઇ ઝીરોએ નોટઆઉટ રહ્યો હતો.

પ્લેઓફ રેસમાંથી બહાર થઇ ચૂકેલ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઇશાન મલિંગાએ 2 વિકેટ લીધી હતી. હર્ષ દુબે, હર્ષલ પટેલ અને નીતિશ રેડ્ડીને 1-1 વિકેટ મળી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક