અમરેલી, તા.31: સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે રહેતા જનકભાઇ શિવલાલભાઇ પડસાળા નામના 40 વર્ષીય ખેડૂતના ભાઇ અનિલભાઇના પત્ની દયાબેનને સાવરકુંડલા તાલુકાના ભૂવા ગામે રહેતા મહેશ કોળી નામના છોકરા સાથે આડા સંબંધ હોય જેની તેણીના પતિ અનીલભાઇને ખબર પડી જતા આ બાબતે પતિ પત્ની સાથે અવાર-નવાર ઝઘડા થતા હોય અને ગત તા.25ના રોજ અનિલભાઇ તેમના સાસરીયા સાવરકુંડલા તાલુકાના ભૂવા ગયેલા ત્યારે તેમને તેમના પત્ની દયાબેન સાથે મહેશ કોળી નામના છોકરા સાથે આડા સંબંધ બાબતે બોલા-ચાલી થયેલો જેથી આરોપી દયાબેન અનિલભાઇ પડસાળા (પત્ની), મહેશ કોળી નામનો છોકરો, મનસુખભાઇ નાગજીભાઇ પાઘડાળ (સસરા), અમીતભાઇ મનસુખભાઇ પાઘડાળ (સાળા) તથા બટુકભાઇ નાગજીભાઇ પાઘડાળ (કાકાજી સસરા)એ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ કરી અને અનિલભાઇ પડસાળાને બાંધીને માર મારેલો અને છુટા છેડા કરવાની વાત કરી મરવા મજબુર કરેલો.
જેથી
અનિલભાઇ પડાસાળાને લાગી આવતા અને પોતે મરવા
મજબુર થતા ગત તા.27ના રાત્રીના આશરે દસેક વાગ્યાથી બારેક વાગ્યા દરમિયાન કોઇપણ સમયે
અનિલભાઇ પડસાળાએ સુસાઇટ નોટ લખી સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે લીંબડાના ઝાડ સાથે દોરી
વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત થયું હતું. આ બનાવમાં મૃતક અનિલભાઇ પડસાળાના પત્ની,
સાળા, સસરા, કાકાજી સહિત પાંચ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.