• સોમવાર, 02 જૂન, 2025

દ્વારકામાં ચાર સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્ઝરની પોલીસે અટકાયત કરી

ઓનલાઈન એપ્લિકેશન વડે જુગાર રમવા જેવા દૂષણને પ્રેરે તેવા ગામિંગ પ્રમોશન કરતા કાર્યવાહી

જામ ખંભાળિયા, તા.31: દ્વારકા જિલ્લામાં મોબાઈલ ફોન ઉપર ઓનલાઈન એપ્લિકેશન વડે જુગાર રમવા જેવા દુષણને પ્રેરે તેવા ગામિંગ પ્રમોશન કરતા ચાર સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્ઝરની પોલીસે અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

દ્વારકા સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા ફિલ્ડ સર્વેલન્સને ઓનલાઈન ગામિંગ દ્વારા સાયબર ફ્રોડ નોતરે તેવા ગુનાઓ શોધી કાઢી ઓનલાઈન સોશિયલ મીડિયા પર ઓનલાઈન ગામિંગનું પ્રમોશન કરતા ઇન્ફલ્યુએન્ઝરોનું અનઅધિકૃત રીતે જુદી જુદી ચોક્કસ નામની અનઅધિકૃત ભરત અરજન લગારીયા, સુમાત મસરી ચાવડા, દિપક લખમણ સાથલપરા અને કેશુર લખું ભાટિયા નામના ઈસમો વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધયો છે. ઉપરોક્ત આરોપીઓ પાસેથી અનઅધિકૃત ઓનલાઈન ગામિંગના પ્રમોશન કરવા ઉપયોગમાં લીધેલા મોબાઈલ વિગેરે મળી કુલ રૂ.10,000ના મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક