• રવિવાર, 03 મે, 2026

અવસાન નોંધ

પાલિતાણામાં કાલે વિરાયતન પરિવારના  પદ્મશ્રી ચંદનાજીની શ્રદ્ધાંજલિ સભા

પાલિતાણા: સમગ્ર દેશમાં સેવા, શિક્ષા અને આરોગ્ય સાધનાના મિશનને સમર્પિત એવા વિરાયતન પરિવારના તાઇમાંના નામથી જાણીતા પદ્મશ્રી આચાર્ય શ્રી ચંદનાજીએ તા.22-4-26ના રોજ પૂનામાં સમાધિ ભાવમાં નિર્વાણ પ્રાપ્ત કર્યુ છે. તાઇમાંના સ્મરણાર્થે પાલિતાણા ખાતે શ્રદ્ધાંજલિ સભા તા.1ને શુક્રવારે સવારે 9થી 10-30 તીર્થકર મહાવીર વિદ્યામંદિર, વિરાયતન સ્કૂલ વડલી તળાજા રોડ, પાલિતાણા ખાતે રાખેલ છે.

 

 

 

ચક્ષુદાન

રાજકોટ: ભાનુમતીબેન વનેચંદભાઈ મહેતા તથા સરસ્વતીબેન ભગવાનદાસ વધ્યાનું અવસાન થતાં તેમના પરિવારજનો દ્વારા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કર્યુ છે.

રાજકોટ: મૂળ કોટડાનાયાણીના હાલ રાજકોટ વિજયભાઈ દલપતરામભાઈ પંડયાના પત્ની છાંયાબેન (ઉં.56) તે મૌલિકભાઈના માતાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1ને શુક્રવારે સાંજે 5થી 6, કોઠારિયા સોલવન્ટ, ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર નં.760, રામનાથ મહાદેવ ખાતે રાખેલ છે.

રાજકોટ: અરજણસુખ નિવાસી માવજીભાઈ મનજીભાઈ વઘાસિયા (ઉં.79) તે નરેન્દ્રભાઈ, ગોરધનભાઈ, કિશોરભાઈના પિતાનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4 થી 6, એસ્ટ્રોન સોસાયટી, કોમ્યુનિટી હોલ, રાજકોટ છે.

જસદણ: બ્રહ્મક્ષત્રિય સ્વ.મનસુખલાલ નરભેરામભાઈ છાંટબારના પત્ની કંચનબેન (ઉં.77) તે નિલેશભાઈ (શ્રીજી હેન્ડલુમ), કિરણબેન ભુપેન્દ્રકુમાર મણિયાર (મહુવા), છાયાબેન હરકિશનકુમાર હરગણ (સુરેન્દ્રનગર)ના માતા, ક્રિષ્નાબેન, મીતના દાદીનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના સાંજે 5 થી 6, રામપરા, વેકરીયા ચોક, જસદણ છે.

તાલાળા ગિર: રમળેચી ગામના રહીશ ભીખુભાઈ ધંધુકીયાના પત્ની શાંતાબેન (ઉં.70) તે અરવિંદભાઈ, મહેન્દ્રભાઈ, હર્ષાબેનના માતાનું તા.29મીએ અવસાન થયું છે. બેસણું તા.1ના શુક્રવારે સવારે 9 થી 5 તેમના નિવાસ સ્થાન, રમળેચી ગીર ખાતે છે.

જોડિયા: કાલાવડ નિવાસી સ્વ.નવલચંદ નરભેરામ કોઠારીના પુત્ર હસમુખરાય (ઉં.76) તે ભારતીબેનના પતિ, જીજ્ઞેશભાઈ (વીવીપી કોલેજ), જયદીપભાઈ (ખડધોરાજી પ્રા.શાળા), રચનાબેન હિરેનભાઈ શેઠના પિતા, સ્વ.શાંતિલાલ કાલિદાસ શાહ (ભુડાસણ)ના જમાઈ, નવીનભાઈ, ધનાભાઈ, અરવિંદભાઈ, મનોજભાઈના ભાઈનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.3ના સવારે 9 થી 10, યુ.પી.વી.કન્યા વિદ્યાલય (હુન્નર શાળા) જોડિયા ખાતે છે.

રાજકોટ: યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ ભગવતીપ્રસાદ છોટાલાલ દવે (દવેબાપુ, ગાયત્રી મંદિર, કુવાડવા) તે સ્વ.ભુપેન્દ્રભાઈના નાનાભાઈ, દિલીપભાઈના મોટાભાઈ, મોરબી નિવાસી હરેશભાઈના કાકાનું અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 5 થી 7, ગાયત્રી મંદિર, અમદાવાદ હાઈવે, ક્રિષ્ના વોટરપાર્કની પાસે, કુવાડવા ખાતે છે.

સાવરકુંડલા: ધીરજગીરી રામગીરી ગોસ્વામી (ઉં.72) તે અજયગીરી, હિરેનગીરીના પિતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4 થી 7, નિલેશ નગર પ્રિયાંશી સ્કૂલ પાસે, જેસર રોડ, સાવરકુંડલા છે.

ગોંડલ: શાંતાબેન નવલચંદ વોરા (ઉં.95) તે ઈન્દુબેન કોઠારી, વીણાબેન મહેતા, કિરણબેન કોઠારી, અમીતાબેન કગથરા, નિતેશભાઈ એન.વોરાના માતા, દીપીકાબેનના સાસુ, નિષ્ઠા, તૃષા, ઋષભ વોરાના દાદીનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સવારે 10-30 કલાકે ગાદી ઉપાશ્રય, નાની બજાર ખાતે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે બેનાણી વાડી, વચલી શેરી ખાતે છે.

રાજકોટ: જગદીશચંદ્ર રાયચંદ કોઠારી (ઉં.89) ચોટીલાવાળા હાલ રાજકોટ તે સ્વ.જ્યોતિબેનના પતિ, સ્વ.રાયચંદ મગનલાલ કોઠારીના પુત્ર, પરાગ, રીટા, ચેતનાના પિતા, હિતેન, ચેતન, શિલ્પાના સસરા, હેમ-ધ્વનિના દાદા, સ્વ.જયવંતલાલ જગજીવન મીઠાણીના જમાઈ, સી.એ.ભરત, મીલન મીઠાણીના બનેવીનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના સવારે 10 થી 10-30, પ્રાર્થનાસભા 10-30 થી 11-30, પારસ કોમ્યુનીટી હોલ, નિર્મલા સ્કૂલ રોડ, રાજકોટ છે.

જામનગર: હાલારી ભાનુશાળી મંજુલાબેન પ્રાગજીભાઈ ચાંદ્રા (ઉં.79) તે સ્વ.પ્રાગજીભાઈ મુળજીભાઈ ચાંદ્રાના પત્ની, જયેશભાઈ (ચાંદ્રા પાન), હરીશભાઈ (ભોલાભાઈ)ના માતાનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 4-30 થી 5 બહેનો માટે, 5-30 થી 6 ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગર છે.

મોરબી: કમળાબેન કોટક (ઉં.106) તે સ્વ.દયાલજીભાઈ ચકુભાઈ કોટકના પત્ની, મનહરભાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ, સ્વ.જશવંતરાયના માતા, નયનભાઈ, જયભાઈના દાદી, ચોટીલાવાળા સ્વ.હીરજીભાઈ ઓધવજીભાઈ પુજારાના પુત્રી, સ્વ.અમુભાઈ, સ્વ.બટુકભાઈના બહેનનું તા.28ના અવસાન થયું છે. સાદડી તા.1ના 5-30 થી 6, જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે છે.

જૂનાગઢ: જયંતિલાલ મનસુખલાલ આસલપરાના પત્ની અનીલાબેન (ઉં.64) તે હિરેનભાઈ, મયુરભાઈ, હિરલબેનના માતા, કેહાન, નૈરિતના દાદી, બાબુભાઈ નાગજીભાઈ વિસાવાડિયાના પુત્રીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 5 થી 7, વિશ્વકર્મા સમાજ, ગીરનાર દરવાજા, જુનાગઢ છે.

ઇ-પેપરના નવા શુલ્ક