• રવિવાર, 03 મે, 2026

avshan nodh

સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના પ્રીતિસુધાજી મહાસતીજી કાળધર્મ પામ્યા

રાજકોટ: ઉપલેટા સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના પ્રીતિસુધાજી મહાસતીજી 83 વર્ષની ઉંમરે 64 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.1 ના રાત્રે પૂનામાં સંથારા સહિત સમાધિભાવે કાળધર્મ પામતા જૈન સમાજમાં શોક છવાયો છે.

નાસિકમાં માતા શાંતાબેન, પિતા ભીકમચંદજી સોનીના ગૃહાંગણે તા.01/09/1943 ના જન્મેલા પ્રીતિસુધાજી મહાસતીજીએ પોતાના માતા સુશીલકુંવજી મ.સ. સાથે પીપલગાંવમાં તા.07/03/1962 ના આચાર્ય આનંદઋષિજી મ.સા.ના હસ્તે ઉજ્જવલકુંવરજી મ.સ.ની સમીપે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરેલ. કુલ 7 બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ હતી. મહાસતીજીની પાલખી યાત્રા શુક્રવારે લોણીચંદ, ક્ષેત્રપાલ પ્રતિષ્ઠાન ખાતેથી નીકળી હતી. તેઓને ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરેલ.

 

ચક્ષુદાન, દેહદાન

રાજકોટ: ગિરીશભાઈ ભીમજીભાઈ ગજેરાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહદાન કર્યુ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 847 મું ચક્ષુદાન તથા 68મું દેહદાન થયું છે. ચક્ષુદાન, દેહદાન ડો.કોયાણીના સહયોગથી થયું છે.

રાજકોટ: મૂળ કોટડાનાયાણી, હાલ રાજકોટ મનહરલાલ છગનલાલ ભાડેશીયા (હરસિદ્ધિ એન્જી. વર્કર્સ)ના પત્ની, મુકતાબેનનું તે હરેશભાઇ, દીપકભાઇ, ક્રિષ્નાબેન જીતેન્દ્રકુમાર વસાણિયાના માતા, સ્વ. ખોડીદાસભાઇ, ચંદુભાઇના ભાઇના પત્ની, સ્વ. પુષ્પાબેન કાન્તીભાઇ દુદકિયાના ભાભી, કુંતલ, પાર્થ, પ્રાંશુના દાદીમા, સ્વ. લાલજીભાઇ બેચરભાઇ ખંભાયતાની દીકરી, સ્વ. મગનભાઇ, સ્વ. જેન્તીભાઇ, દાનજીભાઇ, દલસુખભાઇ, વિનુભાઇના બહેનનું તા.29ના  અવસાન થયું છે. બેસણું તા.2 ના સાંજે 4-30 થી 6 ‘શ્રી શક્તિ ધામ મંદિર’, ગરબી ચોક, ઉદયનગર-1, શેરી નં.19, મવડી પ્લોટ, વિશ્વેશ્વર શાક માર્કેટ સામે, રાજકોટ છે.

                    બોટાદ: સ્વ. દેવિકાબેન રમણીકલાલ મજીઠીયા (િન.પ્રાધ્યાપક બોટાદકર કોલેજ)તે સ્વ. રમણીકલાલ નારણજી મજીઠીયાના પુત્રી, હંસાબેન (બોમ્બે)ના નાનાબેન, જસ્મીનબેન ડી. ઠક્કર, સ્વ.  પ્રદીપભાઇ, ભાવનાબેન આર. પારેખ (િન. શિક્ષકા અંધ શાળા)ના મોટાબેનનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.2ના સાંજે 4 થી 6 સમસ્ત બ્રહ્મસમાજની વાડી, શ્રી મસ્તરામ મંદિર પાસે, બોટાદ જિ. બોટાદ છે.

રાજકોટ: જૂનાગઢ વાળા, હાલ રાજકોટ સ્વ. દિલસુખરાય શાંતિલાલ વ્યાસના પુત્ર મહેશભાઇ તે માધુરીબેન (વર્ષાબેન)ના પતિ, સ્વ. શશીકાંતભાઇ, વિષ્ણુભાઇ, નીરૂબેન, નયનાબેનના ભાઇ, પ્રતીક, વિરલના પિતા, સ્વ. છગનલાલ પુરુષોતમ જાની મૂળ રામોદ વાળા, હાલ રાજકોટના જમાઇ, નરેશભાઇ, સ્વ. યોગેશભાઇ, વિજયભાઇ જાનીના બનેવીનું તા.1ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.4નાં સાંજે 4-30 થી 6-30  તુલસી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી 9/ગોપાલનગર, ગાયત્રીનગર મેઇન રોડ, ડો. રાજાણીના દવાખાના પાસે, રાજકોટ છે.

તાલાલા: આંબળાશ ગિરના કાળાભાઇ હાદાભાઇ પંપાણીયા (ઉ.50) તે ભોજાભાઇ, જીવાભાઇનાં ભાઇનું  તા.30મીએ અવસાન થયું છે. બેસણું તા.4ના સવારે 9 થી 5 આહીર સમાજ, આંબળાશ ગીર  છે.

રાજકોટ: જામવણથીલી નિવાસી હાલ રાજકોટ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના મોહનભાઇ પ્રેમજીભાઇ ચૌહાણ (મોહનભાઇ દરજી) (ઉ.86) તે શાંતાબેનના પતિ,  સ્વ. ધીરૂભાઇ, જશવંતીબેન અશોકકુમાર ટાંક, અશ્વિનભાઇ, સંજયભાઇ, બકુલભાઇ, બીપીનભાઇના પિતાનું તા.27ના અવસાન થયું છે.

ગોંડલ: ડો. જ્યોતિબેન જોશી તે ડો. વિનોદરાય મણીશંકર જોશીનાં પત્ની, મેહુલભાઇ, ધર્મેશભાઇ, ફાલ્ગુનીબેનના માતા, હરકાંતભાઇ, જયકુમાર, ભરતભાઇ, અશ્વિનભાઇ ચૌહાણનાં બહેન, ભવ્ય, ખુશી, ખંજનનાં દાદીનું તા.18નાં અવસાન થયું છે. બેસણું તા.2 નાં સાંજે પાંચ થી છ હેમવાડી સ્ટેશન પ્લોટ, ગોંડલ છે.

ચિતલ: ખેવારિયા નિવાસી હાલ અમરેલી ઔ. સહત્ર ઝાલાવાડી નયનાબેન યોગેશકુમાર મહેતા (ઉ.72) તે હિતેશભાઇ મહેતા (એલઆઇસી), વૈશાલીબેન કલ્પેશકુમાર રાવલનાં માતા, હરેશભાઇ ઠાકર, જયંતભાઇ ધીમંતભાઇના બહેનનું તા.30નાં અવસાન થયું છે. બેસણું તા.2નાં બપોરે 4 થી 7 વર્ધમાન બેંકવેટ હોલ, 2 ફલોર, સ્ટેશન રોડ, અજમેરા સ્કૂલ અમરેલી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક