• રવિવાર, 03 મે, 2026

avshan nodh

સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેનનું અવસાન

ચક્ષુદાન કરી બે દૃષ્ટિહીન બાંધવને રોશની આપી

રાજકોટ: ગુજરાતના જુની પેઢીના પીઢ રાજકીય આગેવાન, પ્રખર રાષ્ટ્રવાદી સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેન શુક્લનું અવસાન થતા તેમના પુત્રો, રાજકીય, ભાજપ અગ્રણી કૌશિકભાઈ શુક્લ, કશ્યપભાઇ શુક્લ, કોર્પોરેટર નેહલભાઈ શુક્લ, પુત્રી ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીની સહમતીથી તેઓની માતા સ્વ.મધુબેન ચીમનભાઈ શુક્લના ચક્ષુના દાનનો નિર્ણય લીધો હતો. ચક્ષુદાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી તથા ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા કરાયું હતું. ડો.હેમલ કણસાગરાએ સહકાર આપેલ. સંસ્થાનું આ 203મું ચક્ષુદાન છે.

 

ચક્ષુદાન

રાજકોટ: રસિકલાલ મોહનલાલ વોરાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 846મું ચક્ષુદાન થયું છે.

ચલાલા: ખાદીના ભેખધારી જીવ્યા ત્યાં સુધી ગાંધી ચિંધ્યા સત્યના માર્ગે ચાલનાર દેસાભાઈ છનાભાઈ વાળા (ઉં.78) તે ઉમેશભાઈ વાળા (એસ.ટી.કંડક્ટર), ભારતીબેન સોમજીભાઈ ડાભી, દયાબેન બાબુલાલ સોલંકી, મુક્તાબેન મનસુખભાઈ સારીખડા, હર્ષાબેન હિંમતભાઈ મકવાણા, પુરીબેન મયુરભાઈ હેલૈયા અને મનીષાબેન પરેશભાઈ મેરીયાના પિતા, દયાબેનના સસરા, ક્રિષિતા અને રૂદ્રના દાદાનું તા.ર9ના અવસાન થયું છે. બેસણું તા.1પના સાંજે 4થી 6 તેઓના નિવાસ સ્થાન, સર્વોદય સોસાયટી, આંબેડકરનગર, અમરેલી રોડ, રાધે હોટલની સામે ચલાલા છે.

સાવરકુંડલા: ભરતભાઈ હીરજીભાઈ કારેલીયા (ઉ.61) તે રવિભાઈ અને ચેતનભાઈના પિતાનું તા.ર9ના અવસાન થયુ છે. બેસણુ તા.1 ના સાંજે 4 થી 6 ચામુંડા કૃપા, શ્રદ્ધા સોસાયટી હનુમાન મંદિર પાસે, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: કાળુભાઈ ભીમાભાઈ જિંજુવાડીયા (ઉં.8પ) તે વલ્લભભાઈના મોટાભાઈનું તા.ર9 ના અવસાન થયું છે. બેસણુ તા.ર નાં 8.30 થી 1ર શ્રીજી નગર, શિવ શક્તિ સેનેટરીની સામે, હાથસણી રોડ, સાવરકુંડલા છે.

રાજકોટ: છાયાબેન (ઉ.73) તે ચીમનલાલ ભગવાનજીભાઈ શેઠના પત્ની, રાહુલ, દિશા શ્રેયાંશ ગાર્ડીના માતા, સ્વ.રમણીકલાલ વાડીલાલ ગાંધીના દીકરી, મિતેશભાઈ ગાંધીના બહેનનું તા.ર9 ના અવસાન થયુ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જામનગર: શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિના કેતનભાઈ દિપકભાઈ કનખરા (ઉ.44) નું તા.30 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.1 ના બપોરે 4.30 થી પ બહેનો માટે તેમજ પ.30 થી 6 ભાઈઓ માટે શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઈચોક, જામનગર છે.

જૂનાગઢ: હરેશભાઈ ટીકમદાસ દુબે (ઉ.પ0) તે કનુભાઈના મોટાભાઈ, આયુષના કાકાનું તા.30 ના અવસાન થયુ છે. બેસણુ તા.1 ના સાંજે પ.30 કલાકે સ્વામી શાંતિ પ્રકાશ કોમ્યુનિટી હોલ, ઝુલેલાલ ચોક, આદર્શ નગર-1, બસ સ્ટેન્ડ પાછળ, જૂનાગઢ છે.

રાજકોટ: ગોંડલ નિવાસી હાલ રાજકોટ જ્યોતિબેન મધુભાઈ પારેખ (ઉ.8ર) તે સ્વ.મધુભાઈના પત્ની, રીટાબેન પંકજભાઈ સંઘવી, બીનાબેન નીતીનભાઈ પઢીયાર, દિપકભાઈ મધુભાઈ પારેખ (ભા.જ.પ.મહામંત્રી વોર્ડ નં.7) ના માતાનું તા.30 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર નાં સવારે 10 કલાકે જૈનચાલ ઉપાશ્રયે પ્રાર્થનાસભા સાથે છે. સદ્ગતનું ચક્ષુદાન કરાયું છે.

રાજકોટ: વિજયાબેન (ઉ.84) તે સ્વ.રતિલાલ ભિમજીભાઈ રાજાનાં પત્ની, કિરણભાઈ, યોગેશભાઈ, નિરૂબેન, ભારતીબેન, ગીતાબેનના માતા, તેજસ, પ્રશાંત, મોનાલીસાના દાદીનું તા.ર9 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.1 ના સાંજે પ થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

વાંકાનેર: અરણીટીંબા નિવાસી હાલ વાંકાનેર ત્રિભોવન નાગજી શાહના પુત્ર સ્વ.બાબુલાલભાઈના પત્ની તારામતીબેન (ઉં.7પ) તે વાંકાનેર નિવાસી હાલ ધ્રોલ સ્વ.જયંતીલાલ છગનલાલ દોશીના પુત્રી, બીપીનભાઈ (પીએનબી), દિલીપભાઈ (પોસ્ટ) તથા ડોકટર નીતિનભાઈના મોટાબેનનું તા.ર9 ના અવસાન થયુ છે.  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જામનગર: જયેન્દ્રાબેન મહેન્દ્રકુમાર ટોલીયા (ઉ.8ર) (ડબાસંગવાળા) હાલ જામનગર તે સ્વ.વેણીલાલ ટોલીયાના પુત્રવધુ, ચેતનાબેન કૌશિકભાઈ, ભરતભાઈ, કીર્તીબેન, પારૂલબેનના માતા, નિતાબેન, સુરેશભાઈ, નિલેશભાઈ, સ્વ.ભરતભાઈના સાસુ, સ્વ.ઝવેરચંદભાઈ શેઠના પુત્રીનું તા.30 ના અવસાન થયુ છે.

રાજુલા: જેન્તીભાઈ વિઠ્ઠલદાસ હાનાણી (ઉ.74) તે મનસુખભાઈના નાનાં ભાઈ, સુરેશભાઈ, સ્વ.િકશોરભાઈના મોટાભાઈ, રોહિતભાઈ, પરેશભાઈ, સાગરભાઈ શિતલબેન ચેતનભાઈ વાજાના પિતા, ચેતનકુમાર દિનેશભાઈ વાજા (ગોંડલ)ના સસરા, સ્વ.યોગેશભાઈ, પુનિતભાઈના કાકા, ડો.જ્હાન્વી, શ્રેયા, નિયતી, આયુષી, હીરવા, કિર્તન, રૂદ્ર, પાર્થના દાદા, સ્વ.રામજીભાઈ મુળજીભાઈ વકાણી (ભાવનગર) ના જમાઈનું તા.ર9 ના અવસાન થયુ છે. બેસણુ તા.1 નાં સાંજે 4 થી 6, ગાંધી મંદિર, જૂના રેલ્વે સ્ટેશન સામે, નાયરા પેટ્રોલ પંપ પાસે, રાજુલા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક