રાજકોટ, તા. 29: (ફૂલછાબ ન્યૂઝ) કોપરેલમાં અસિમિત તેજી આગળ ધપી રહી છે. છ સાત મહિનાથી કોપરેલના ભાવમાં એકધારી તેજી ચાલે છે પણ તેજીએ નવું સિમાચિહન મેળવ્યું છે. સ્થાનિક બજારોમાં કોપરેલનું 15 કિલોનું ટીન રૂ.5 હજારનું મથાળું પાર કરીને રૂ. 4900-510ની રેન્જમાં પહોંચી ચૂક્યું છે. પચ્ચાસ ટકા જેટલું ઓછું ઉત્પાદન અને કોપરાંની ભારે અછતને લીધે ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. કોપરાની તેજી પર 2026માં જ લગામ આવે તેમ છે.
કોપરેલનો ભાવ રાજકોટની બજારમાં
રૂ. 4900-5100 પ્રતિ 15 કિલો થઇ ગયો છે. પ્રથમ વખત આ મથાળું જોવા મળ્યું હોવાનું વેપારીઓએ
કહ્યું હતુ. રાજકોટમાં એક નામી બ્રાન્ડધારકે કહ્યુંકે, તામિલનાડુંથી કોપરેલનો સપ્લાય
થતો હોય છે પણ વેચવાલી આવતી નથી. પંદર દિવસમાં જ રૂ. 1000ની તેજી થઇ ગયા પછી હવે સ્ટોક
છે તે વર્ગ વેચાણ માટે રાજી નથી. આગળ જતા વધુ તેજીનો લાભ લેવા માટે પણ સ્ટોકિસ્ટો ધીરે
ધીરે માલ છોડી રહ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, કોપરાનો સ્ટોક
નહીવત છે એની અસરથી હવે તેલનું ઉત્પાદન પણ બહ્ન જ ધીમું થાય છે. અત્યારે નવી ખરીદીમાં
પણ રને લીધે વેપારમાં વાંધા પડે તેવી સંભાવના બંધ થઇ ગઇ છે.
કોપરેલમાં ફૂલ તેજીને લીધે હવે
ડિસ્કોની પણ બોલબાલા વધી છે. કોપરેલમાં વ્હાઇટ ઓઇલ અને પામ કર્નલ પણ મિક્સ કરવાનું
ચલણ વધી ગયું છે. પ્યોર કોપરેલનો ધંધો કરનારો વર્ગ અત્યારે મિક્સીંગના મામલે ઘણું સહન
કરી રહ્યો છે. કોપરેલ ખૂબ મોંઘું થઇ જતા 5 ટકા જીએસટી પણ ભારે પડી રહ્યો છે. કારણકે
રૂ. 250 જેટલો ડબે ટેક્સ થઇ જાય છે.
ભારતમાં ખાદ્યતેલોની આયાત ચોમેરથી
પુષ્કળ પ્રમાણમાં થાય છે. જોકે કોપરેલની આયાત નથી. ભારત નજીક ઇન્ડોનેશિયા, શ્રીલંકા
અને ફિલિપાઇન્સમાં કોપરાં પાકે છે અને કોપરેલનું ઉત્પાદન થાય છે. જોકે આપણ ત્યાં આયાતની
છૂટ નથી. અગ્રણીઓએ સરકારમાં રજૂઆત કરીને આયાત માટે ભલામણ કરી છે. ભારત કરતા ઇન્ડોનેશિયામાં
કોપરેલ થોડું સસ્તું છે એટલે આયાત થઇ શકે તેમ છે. સરકાર છૂટ આપે તો માલના બાવ ઘટી શકે
છે. અલબત્ત મોટી બહુરાષ્ટ્રીય કંપની ભારતમાંથી કોપરેલની નિકાસ વિવિધ દેશોમાં કરે છે.
એ બંધ થાય તો સ્થાનિક પુરવઠામાં વધારો થઇ શકે તેમ છે.
સૌરાષ્ટ્રમાં કોપરેલનો ઉપયોગ
ખાવામાં મોટેભાગે નથી થતો પણ હેરઓઇલના પાયાના ઘટક તરીકે કરવામાં આવે છે. વાળમાં સીધો
વપરાશ વધારે થાય છે. જોકે કોપરેલ મોંઘું થતા એમાં પામકર્નલની ભેળસેળ વધી છે. મોટીમોટી
કંપનીઓ પણ ભાવવધારો કરી રહી છે ત્યારે રિટેઇલ ધંધો સાવ ઘસાઇ ગયો છે એમ વેપારીઓ ઉમેરે
છે.