અમરેલી, બાબરા તા.30: અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ દિવસમાં એક વિદ્યાર્થીની અને એક યુવતિ સહિત બે સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. જેમાં બંને આરોપી પોલીસકર્મી હોય આ બનાવથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. બાબરાના પોશ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર પુત્રી ટ્યુશન ક્લાસમાં જતી વખતે પોલીસમાં ફરજ બજાવતા રવિરાજાસિંહ ચૌહાણ હાલ રહે.બાબરા, દાનેવ નગર સોસાયટી વાળાએ ચારેક મહિના પહેલા સગીરાને આંતરી અને તારા મમ્મીનો મોબાઈલ નંબર આપ નહીતર હેરાન કરીશ. હું પોલીસમાં છું તેવું જણાવતા સગીરા દ્વારા નંબર આપવામાં આવ્યો હતો અને બીજા દિવસે ફોન કરી પોતાના સ્નેપચેટ એકાઉન્ટમાં વાતચીત કરવાનું જણાવ્યું હતું. વળી એકાદ માસ બાદ સગીરાને મેસેજ કરી અને ઘર બહાર બોલાવી બાઈક ઉપર બેસાડી ચમારડીના ઝાંપા વિસ્તારની અવાવરૂ જગ્યામાં લઇ અડપલા કરી અને ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની સગીરાએ પોતાની ફરિયાદમાં કેફિયત આપી છે.
આટલેથી અટકતું ન હોઈ તેમ છેલ્લે
તા.29/5/25ના સગીરા બાબરામાં રહેતા કુટુંબીના ઘેર જતી હતી ત્યારે રસ્તામાં ફરીવાર આંતરી
અને બાઈક ઉપર બેસી જવાનું કહી ધાકધમકી આપી કમળશી હાઇસ્કુલ નજીક આવેલા એક છાપરામાં લઇ
જઈ શરીરે હાથ ફેરવી અડપલા કર્યા હતા. આવા વખતે આરોપીના મોબાઈલમાં કોઈ પોલીસકર્મીનો
ફોન આવતા સગીરાને બાઈક ઉપર બેસાડી અને શહેરના પોશ વિસ્તારમાં મુકી નાસી જતા સગીરા ગભરાયેલી
હાલતમાં પોતાના કુટુંબી પરિવારના ઘેર પહોંચી હતી. ત્યાં હાજર પરિવારે સગીર વયની દીકરીને
અત્યાર સુધી ક્યાં હતી અને ગભરાવાનું કારણ જાણતા પરિવારમાં જણાવ્યું કે છેલ્લા ચાર
માસથી રવિરાજાસિંહ ચૌહાણ નામક પોલીસવાળો ધાક ધમકી આપી હેરાન કરે છે શારીરિક અડપલા તેમજ
અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા હોવાનું જણાવતા પરિવાર, સગા સબંધી સાથે સગીરાએ પોલીસ કર્મી
વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોચી હતી. આરોપી રવિરાજાસિંહ ચૌહાણ બાબરા પોલીસમાં
છેલ્લા થોડા મહિનાઓથી નોકરી કરતો હોય અને સગીરા દ્વારા પોતાની વિધિવત ફરિયાદ આપતા હાલ
ફરાર હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટની કલમ નોંધી મહિલા પોલીસ
ઇન્સ. જે.આર.સરવૈયા દ્વારા તપાસ આગળ વધારી છે.
જ્યારે બીજા બનાવમાં સાવરકુંડલા
તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 30 વર્ષિય યુવતીને મુળ ધારી તાલુકાના જરપરા ગામના
વતની અને હાલ અમરેલી, પોલીસ લાઈનમાં રહેતા અને પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા આરોપી
મહેશભાઈ કમાભાઈ સોલંકીએ તા.29 ના રોજ 4/50 વાગ્યે ગાંધીબાગ પાસે લઇ જઈ યુવતીને લગ્ન
કરવાની લાલચ આપી ભોગ બનનાર સાથે અવાર-નવાર બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધી યુવતિને લાફો
માર્યાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના
પી.એસ.આઇ. એમ.વી.લુવાએ તપાસ હાથ ધરી છે.