• ગુરુવાર, 02 મે, 2024

ગોંડલમાં પિતા-પુત્ર અને ભાઈ સહિત પાંચ સાથે રૂ.10.91 લાખની ઠગાઈ ચીટર કંપનીના મેનેજર સહિત દસ ગઠિયાઓની શોધખોળ

ગોંડલ, તા.18 : ગોંડલમાં રહેતા પિતા-પુત્ર અને ભાઈ સહિત પાંચ વ્યક્તિઓને ફાઇનાન્સિંગ એપમાં સારાં વળતરની લાલચ આપી કંપનીના મેનેજર સહિત દસ શખસે રૂ.10.91 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી મોબાઇલ નંબરના આધારે શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, વોરાકોટડા રોડ પરના રૈયાણીનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ગિરધરભાઈ પંડયા નામના આધેડે ઇ.બી.એમ. કોલોબ્રેશનમાં કામ કરતી કંપનીમાં આઇ.એ.એફ. ફાયનાન્સિંગ નામની એપ તથા ગ્રુપ એડમિન અને મેનેજર સહિત દસ મોબાઇલ ધારકો દ્વારા રૂ.10.91 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં ધર્મેન્દ્રભાઈ પંડયાએ ત્રણેક માસ પહેલા તેના મોબાઇલમાં યુટયૂબ ઓનલાઇનમાંથી એક લિંક ખોલી હતી. જેમાં આઇ.એ.એફ. ફાયનાન્સિંગ નામની એપ હોઈ જે.આઇ.બી.એમ. સાથે કોલોબ્રેશનમાં કામ કરતી કંપની હોય અને જેમાં નાણાં રોકાણ કરી ઉંચું વળતર આપવામાં આવતું હોવાની જાહેરાત આપતા ધર્મેન્દ્રભાઈએ આ જાહેરાતમાં ઉંચું રિટર્ન મેળવવાનાં પ્રલોભનમાં આવી જઈ આ એપનો પાંચ માસથી ઉપયોગ કરતા હતા અને કુલ રૂ.6.3પ લાખની રકમ પેટીએમમાંથી અલગ અલગ કંપનીમાં મોકલ્યા હતા તેમજ ધર્મેન્દ્રભાઈના નાનાભાઈ કેતનભાઈએ રૂ.1.48 લાખની રકમ, તેના પુત્ર પ્રિયંકે રૂ.પ7,8ર6ની રકમ, ગોંડલના કમલેશ રાજેન્દ્રપ્રસાદ મહંતોના રૂ.1 લાખ અને અંકુર કાંતી ગૌસ્વામીના રૂ.1.પ0 લાખની રકમ મળી કુલ રૂ.10.91 લાખની રકમ આ કંપનીમાં જમા કરાવવામાં આવી હતી. બાદમાં આ કંપની બંધ થઈ ગઈ હતી અને કંપનીના મેનેજર સહિત દસ શખસના મોબાઇલ નંબર પર વોટ્સએપ મેસેજમાં વાત થઈ હતી અને ઠગાઈ કરવામાં આવી હોવાનું જણાતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે પોલીસે મોબાઇલ નંબરના આધારે મેનેજર સહિતની ટોળકીની શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક