• ગુરુવાર, 02 મે, 2024

વડોદરામાં યુવતી સાથે ફ્રેન્ડશિપ પ્રશ્ને મિત્રના હાથે મિત્રની હત્યા સગીરે ગળું પકડયુંને બીજાએ  છરીના ઘા ઝીંકી દેતા ઢળી પડયો

વડોદરા, તા.18 (ફૂલછાબ ન્યૂઝ): શહેરના દિવાળીપુરા કોર્ટ સામે ગઈકાલે મોડી રાત્રે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે. જેમાં યુવક તેના સગીર મિત્રને રોજ કહેતો હતો કે, તારી કોઈ ગર્લફ્રેન્ડ થતી નથી, આવું રોજ કહ્યા કરતો હતો. જેથી સગીર ગુસ્સામાં આવીને તેના મિત્રને છરી મારી દીધી હતી. જેમાં 19 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. 

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા અયોધ્યા નગરમાં રહેતા 19 વર્ષીય દિશાંત વિરેન્દ્રસિંહ રાજપૂતને તેના બે સગીર મિત્રે ફોન કરીને કહેતા સગીરો સાથે દિશાંત અને રણજીત દિવાળીપુરા નવી કોર્ટ સામે આવેલા કીર્તિ પેલેસ સોસાયટી પાસે ગયા હતા. જ્યાં એક સગીરે રણજીત માળીનું ગળું પકડી રાખ્યું હતું જ્યારે બીજા સગીરે દિશાંત રાજપૂતને ચપ્પુના ઘા મારી દીધા હતા. જેથી દિશાંતનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું

હતું.

અકોટા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ બન્ને સગીરની અટકાયત કરી લીધી છે. બન્ને સગીર આરોપી ધો.12ની પરીક્ષા આપી હતી અને એક સગીર તો સીએની પરીક્ષાની પણ તૈયારી કરતો હતો. તો મૃતક દિશાંત રાજપૂતે ધો.12 સુધીનો અભ્યાસ કરેલો છે.

ચાલુ ટ્રેને ચડવા જતાં વૃદ્ધાનું મૃત્યુ: વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર સયાજીનગરી એક્સપ્રેસ 7.45 કલાકે આવી તે દરમિયાન વૃદ્ધા ચાલુ ટ્રેને ચડવા જતા પગ લપસ્યો હતો અને ટ્રેન નીચે આવતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. વૃદ્ધા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ શ્રીનાથજી ગ્રીન સિટીમાં રહેતાં હતાં. કમળાબેન જેશિંગભાઈ સોલંકી (ઉં.70) હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધા સ્વજનો સાથે સુરત તરફ જવા રવાનાં થતાં હતાં. તે પૂર્વે લાપરવાહીનાં કારણે આ ઘટના બની છે.

આ બનાવની જાણ રેલવે પોલીસે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક