નવી
દિલ્હી, તા.10: ટીમ ઇન્ડિયાનો અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ફિટ જાહેર થયાના કેટલાક
કલાકો બાદ ફરી ઇજાનો ભોગ બની અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચની વન ડે શ્રેણીની બહાર થયો
છે. હવે તેના સાથળના સ્નાયૂઓ ખેંચાઇ ગયા છે. હાર્દિકને આ નવી ઇજા બીસીસીઆઇના બેંગ્લુરુ
સ્થિત સેન્ટર ઓફ એક્સીલેંસ (સીઓઇ)માં થઇ છે. જયાં તે જૂની ઈજા પીઠના દર્દના રીહેબ માટે
ગયો હતો અને ગઇકાલે જ તેને અને રોહિત શર્માને ફિટનેસ કલીયરન્સ સર્ટીફિકેટ મળ્યા હતા.
સીઓઇમાં
હાર્દિક પંડયાએ વન ડેના કવોટા મુજબની 10 ઓવર સરળતાથી ફેંકી હતી. આથી તે ફિટ જાહેર થયો
હતો, પણ બાદમાં તેના સાથળના સ્નાયૂ ખેંચાઇ ગયા હતા. આથી અનફિટ હાર્દિક પંડયા અફઘાનિસ્તાન
સામેની વન ડે શ્રેણીની બહાર થયો છે. 32 વર્ષીય હાર્દિક આઇપીએલમાં પણ ઈજાને લીધે કેટલાક
મેચમાં રમી શકયો ન હતો.