• ગુરુવાર, 02 મે, 2024

ચેન્નાઈની બાધા પાર કરવાનો લખનઉ સામે પડકાર

CSK ટીમની પાછલા બે મેચમાં જીત : કજઋ ટીમે ઉપરાઉપરી બે હાર સહન કરી છે

લખનઉ, તા.18: લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ તેના ઘરેલુ મેદાન ઇકાના સ્ટેડિયમ પર શુક્રવારે મેદાનમાં ઉતરશે ત્યારે તેની સામે ચેન્નાઈ સુપર કિંગ્સના ધારદાર બોલિંગ આક્રમણનો સમાનો કરવાની કઠિન ચુનૌતી હશે. ઋતુરાજ ગાયકવાડની કપ્તાની અને મહેન્દ્રસિંહ ધોનીનાં માર્ગદર્શનમાં સીએકસે ટીમે તેના પાછલા બે મેચ જીત્યા છે જ્યારે કેએલ રાહુલની આગેવાનીમાં રમતી એલએસજી ટીમે પાછલા બે મેચમાં હાર સહન કરી છે. લખનઉના બેટર્સ અને બોલર્સ અપેક્ષાકૃત દેખાવ કરી રહ્યા નથી. આથી ટીમનું અભિયાન લડખડાયું છે અને જીતનો ક્રમ તૂટી ગયો છે. હવે તેની સામે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ચેન્નાઈ ટીમનો પડકાર છે. તેના બોલર્સ અને બેટર્સ સક્ષમ દેખાવ કરી રહ્યા છે. યોર્કર ઉસ્તાદ જૂ. મલિંગા પથિરાનાનો ડેથ ઓવર્સમાં સામનો કરવો લખનઉના બેટધરો માટે કઠિન બની રહેશે.

લખનઉના ઇકાના સ્ટેડિયમનો આ સીઝનમાં પહેલી ઇનિંગનો સરેરાશ સ્કોર 17પ રહ્યો છે. આથી અહીં ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરી શકે છે. લખનઉનો નવો સનસનીખેજ ઝડપી બોલર મયંક યાદવ સ્નાયૂ ખેંચાઈ જવાથી પાછલા બે મેચનો હિસ્સો ન હતો. તેણે હવે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આવતીકાલના મેચમાં તે મેદાનમાં ઉતરી શકે છે. મયંક 1પ0થી વધુની રફતારથી બોલિંગ કરી શકે છે. તેની ગતિ સીએસકે બેટર્સ પર અંકુશ મૂકી શકે છે. લખનઉના ચતુર સ્પિનર રવિ બિશ્નોઈ અને ચેન્નાઇના બિગ હિટર શિવમ દૂબેની ટક્કર રસપ્રદ બની રહેશે.

લખઉની ચિંતા ક્વિંટન ડિ’કોકનું આઉટ ઓફ ફોર્મ થવું છે. તે ઉપરાઉપરી બે અર્ધસદી બાદ ત્રણ મેચમાં નિષ્ફિળ રહ્યો છે. કપ્તાન રાહુલ પણ તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી. નિકોલસ પૂરને 6 મેચમાં 19 છક્કા ફટકાર્યા છે. જો કે તેના બેટમાંથી મોટી ઇનિંગ નીકળી નથી. લખનઉ માટે પૂરનને ઉપરાના ક્રમ પર બેટિંગ કરવવાનો સમય આવી ગયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક