• ગુરુવાર, 02 મે, 2024

EVM મોક પોલ : ભાજપને વધુ મતનો આરોપ ફગાવાયો

કેરળના કાસરગૌર મામલે સુપ્રીમે આપ્યો હતો તપાસનો આદેશ, ચૂંટણી પંચની ભાજપને ક્લીનચીટ : ઇવીએમ-વીવીપેટ પર ફેંસલો અનામત, દરેક ચીજને શંકાની દૃષ્ટિએ ન જોવા ટકોર

નવી દિલ્હી, તા.18 : લોકસભા ચૂંટણી પહેલા એક ચોંકાવનારા બનાવમાં કેરળમાં ઇવીએમ મોક પોલમાં ભાજપને વધુ મત મળ્યાનો આરોપ લગાવાયો હતો. કેરળના મીડિયામાં બહુ ગાજેલો આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે તપાસ કરવા ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો. તપાસને અંતે ચૂંટણી પંચે મોક પોલમાં ભાજપને વધુ મત મળ્યાના આરોપ ખોટા ગણાવ્યા હતા. ઉપચૂંટણી કમિશનર નીતેશકુમાર વ્યાસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે મીડિયામાં આવેલી આ ખબર ખોટી છે. અમે આરોપોની તપાસ જિલ્લા કલેક્ટર પાસે કરાવી છે અને સામે આવ્યું કે આરોપ ખોટો છે. અમે કોર્ટને વિસ્તૃત રિપોર્ટ સોંપીશું.

દરમિયાન ઇવીએમ-વીવીપેટ મામલે સુનાવણીમાં અરજદારે માગ કરી હતી કે વોટર પોતાની વીવીપેટ સ્લિપ ખુદ બેલેટ બોક્સમાં નાખે. જેના પર કોર્ટે  કહ્યંy કે, શું તેનાથી વોટરની નીજતાના અધિકારને અસર નહીં થાય ? દરેક ચીજને શંકાની દૃષ્ટિએ ન જોવી જોઈએ તેવી ટિપ્પણી સાથે કોર્ટે પોતાનો ફેંસલો અનામત રાખ્યો હતો.

લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી દરેક વખતે વિપક્ષ દ્વારા મતદાન પહેલા વોટિંગ મશીન-ઇવીએમ સાથે છેડછાડનો આરોપ લાગતો રહે છે. ચૂંટણી પંચ ઇવીએમ સાથે છેડછાડની આશંકાથી સ્પષ્ટ ઇનકાર કરતું રહ્યંy છે. કેરળનો મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવતા કોર્ટે ચૂંટણી પંચને એ આરોપની તપાસનો મૌખિક આદેશ આપ્યો હતો જેમાં દાવો કરાયો હતો કે કેરળમાં ઇવીએમ મોક પોલ વખતે ભાજપને વધારાના વોટ મળ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠ સમક્ષ ઇવીએમ અને વીવીપેટ ચબરખીના મેળાપકની માગ કરતી અરજીઓ પર સુનાવણી દરમિયાન કેરળનો મામલો ઉઠાવાયો હતો. જેને ધ્યાને લઈ કોર્ટે ચૂંટણી પંચને મૌખિક આદેશમાં કહ્યંy કે, કેરળ મામલે જે રિપોર્ટ આવ્યો છે તે ચેક કરવામાં આવે.

અરજદાર એડીઆર તરફથી રજૂ થયેલા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યંy કે, એક મીડિયા હાઉસે ઓનલાઇન રિપોર્ટ આપ્યો છે કે ઇવીએમના મોક પોલ વખતે ભાજપને વધુ મત મળ્યાની ફરિયાદો નોંધવામાં આવી છે. કેરળના કાસરગૌડ વિસ્તારમાં મોક પોલ વખતે ચાર ઇવીએમમાં ભાજપને વધુ મત મળ્યા હતા. આ મામલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે. કોર્ટે ચૂંટણી પંચના વકીલ મનિંદર સિંહને નિર્દેશ આપ્યો કે આ મામલે જે આરોપ લગાવાયો છે તેની તપાસ કરવામાં આવે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક