• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

હિંડનબર્ગના વાવટા કેમ સંકેલાયા?

અમેરિકાની કુખ્યાત શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે આખરે કારોબાર સમેટી લીધો છે. સંસ્થાપક નેટ એન્ડરસને આ નિર્ણયની પાછળ વ્યસ્તતાનું કારણ આપ્યું છે. પણ જ્યોર્જ સોરોસની સાથે હિંડનબર્ગના કહેવાતા સંબંધો અને આગામી ટ્રમ્પ સરકારનું મુખ્ય કારણ જણાય છે. અમેરિકાના ભાવિ પ્રેસિડન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી વેળા એન્ડરસન અને સોરોસે તેમની વિરુદ્ધ પડદા પાછળથી પ્રચાર કર્યો હતો. ઉપરાંત ટ્રમ્પ અને મોદીના મૈત્રી સંબંધથી આખી દુનિયા વાકેફ છે. હવે જ્યારે ડૉનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના પ્રમુખપદે બિરાજમાન થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટ્રમ્પ આવ્યા પછી પોતાનું ભવિષ્ય શું હશે તેની એન્ડરસનને પૂરેપૂરી જાણ હોવી જોઈએ અને એટલે જ ટ્રમ્પ સત્તા ઉપર આવે તે પહેલાં બોરિયા-િબસ્તરાં સંકેલી લીધા છે!

અમેરિકાના વિદાય લેતા પ્રેસિડન્ટ જૉ બાયડનના શાસનકાળ દરમિયાન હિંડનબર્ગે ભારતના અર્થતંત્રની કમર તોડી નાખવા તનતોડ પ્રયાસ કર્યા હતા. તેમાં સફળતા મળી નહીં. અદાણી જૂથના ચૅરમૅન ગૌતમ અદાણી તથા ભારતીય માર્કેટ નિયમનકાર સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા - સેબીનાં વડાં માધવી બૂચને નિશાન બનાવી ચર્ચા જગાવી હતી. 2022 અને 2024માં તેમણે અદાણી જૂથ વિરુદ્ધ જુઠ્ઠાણાં ચલાવ્યાં હતાં. હિંડનબર્ગના અદાણી જૂથ સામેના આક્ષેપોના કારણે ગ્રુપની કંપનીઓના શૅરના ભાવનું ભારે ધોવાણ થયું હતું. હિંડનબર્ગના આ આક્ષેપોને પગલે વિપક્ષ અને ખાસ કરીને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં ભારે ગોકીરો મચાવ્યો હતો. પ્રકરણ કોર્ટમાં ગયું ત્યારે હિંડનબર્ગે અદાણી જૂથ વિરુદ્ધ કરેલા કોઈ આક્ષેપોના પુરાવા આપવાને બદલે ફક્ત અહેવાલ જ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ ભારતીય અર્થતંત્રને અસ્થિર કરવા માટે એક પ્રેરિત, પ્રાયોજિત, સુનિયોજિત અને લક્ષિત હુમલો હતો.  હિંડનબર્ગ અને તેના પ્રાયોજકોએ ભારતીય શૅરબજારને નિશાન બનાવ્યું, જેમાં નાના રોકાણકારોની ભારે ભાગીદારી હોય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025