બુલાવાયો, તા.8: દ. આફ્રિકાના ઇનચાર્જ કેપ્ટન વિયાન મુલ્ડર પાસે ઝિમ્બાબ્વે સામેના બીજા ટેસ્ટમાં બ્રાયન લારાના 400 રનના રેકોર્ડને તોડવાની તક હતી. પરંતુ મેચના બીજા દિવસે લંચ વખતે મુલ્ડર 367 રન અણનમ સામે પાછો ફર્યો હતો. આ પછી તેણે આફ્રિકાની ઇનિંગ ડિકલરેનો દિલેર નિર્ણય લીધો હતો. મુલ્ડરે કહ્યંy હું લારાનો રેકોર્ડ તોડવા માગતો ન હતો. આ રેકોર્ડ તેના નામે જ રહે.
મુલ્ડરે
જણાવ્યું સૌથી પહેલા તો અમે પર્યાપ્ત રન કરી લીધા હતા. અમારે બોલિંગ કરવી હતી. બીજી
વાત લારા મહાન ખેલાડી છે. તેણે 400 રનનો ઇંગ્લેન્ડ સામે જે રેકોર્ડ બનાવ્યો છે તે અકબંધ
રહેવો જોઇએ. તે મહાન ખેલાડી છે. કદાચ મને બીજો મોકો મળે તો પણ હું આવું જ કરીશ. મારું
માનવું છે કે મોટા રેકોર્ડ મહાન ખેલાડીના નામે જ રહેવા જોઇએ. કોચ કોનરોડે પણ મને આમ
જ કહ્યંy. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વિયાન મુલ્ડરની 367 રનની ઇનિંગ ટેસ્ટ ક્રિકેટની
પાંચમો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.