• શનિવાર, 12 જુલાઈ, 2025

મુંબઈમાં યોજાઈ મરાઠી અસ્મિતા રેલી

મુંબઈ, તા.8 : મુંબઈમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. મરાઠી અસ્મિતાને નામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં જાણે નવો જીવ આવ્યો છે. મંગળવારે થાણે જિલ્લાના મીરા ભાયંદર વિસ્તારમાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના બેનર હેઠળ રેલીનું આયોજન કરાયું હતુ જેમાં મનસે અને શિવસેના-ઉદ્ધવના હજારો કાર્યકરો ઉમટયા હતા. દરમિયાન પોલીસે અટકાયતી પગલાં લેતા ઘર્ષણ થયું હતું.

રેલીનું આયોજન મનસેએ કર્યું હતું જેમાં શિવસેનાના કાર્યકરો જોડાયા હતા. મરાઠી અસ્મિતાના નામે યોજાયેલી રેલીમાં એકનાથ શિંદેના નેતા પ્રતાપ સરનાઈક પહોંચતા કાર્યકરોએ વિરોધ કર્યો હતો અને તેમના પર હુમલો કરી દોડાવ્યા હતા. સરનાઈક સ્થાનિક ધારાસભ્ય છે. તેમના ઉપર બોટલોના છુટા ઘા થયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025