FSSAI અને ઈ કોમર્સ પ્રતિનિધિઓ વચ્ચે
બેઠકમાં ચેતવણી
નવી
દિલ્હી, તા.9 : ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ કરનારાઓ પર હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એફએસએસએઆઈએ ઈ કોમર્સ કંપનીઓને નિયમ પાલન અંગે કડક ચેતવણી આપી છે. એફએસએસએઆઈ અને ઈ કોમર્સ
પ્લેટફોર્મના પ્રતિનિધિઓ વચ્ચે તાજેતરમાં એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી જેમાં ખાદ્ય
સુરક્ષાને સર્વોપરિ ગણાવાઈ હતી. એફએસએસએઆઈના સીઈઓએ કહયું કે ખાદ્ય સુરક્ષા સાથે કોઈ
સમાધાન કરવામાં નહીં આવે. નિયમોનો ભંગ થવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. નવી દિલ્હીમાં
એફએસએસએઆઈના મુખ્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં 70થી વધુ ઈકોમર્સ કંપનીઓના પ્રતિનિધિઓએ
ભાગ લીધો હતો. આ બેઠકનો ઉદ્દેશ ઈકોમર્સ ખાદ્ય સપ્લાય તંત્રમાં સ્વચ્છતા અને સુરક્ષાને
મજબૂત કરવાનો હતો. દરેક ઈકોમર્સ કંપનીઓને દરેક રસીદ, બિલ, કેશ મેમો પર એફએસએસએઆઈ લાઈયન્સ
અને રજિસ્ટ્રેશન નંબર દર્શાવવાનું ફરજિયાત બનાવાયું છે. એફએસએસએઆઈની ફૂડ સેફટી કનેક્ટ
એપ દરેક કંઝ્યુમર ડોક્યુમેન્ટસ પર દર્શાવવી જરૂરી બનશે. ઉપરાંત વેરહાઉસ અને સ્ટોરેજ
ફેસેલિટીની માહિતી એફઓએસસીઓએસ પોર્ટલ પર આપવી પડશે. સાથે તેની તસ્વીરો પણ અપલોડ કરવાની
રહેશે. આ સિવાય ફૂડ પ્રોડક્ટની યૂઝ બાય અને એકસપાયરી ડેટ ગ્રાહક ઈન્ટરફેસ પર દેખાડવાની
સંભાવના અંગે ચર્ચા કરવામાં આવી હતી.3 વર્ષ પહેલાં થયેલી રજૂઆત ધ્યાને લેવાઈ નહીં અને...