સૂત્રધારના
ભાઈ-સી.એ.ની આકરી પૂછતાછ
અમદાવાદ,
તા.ર7 : રાજયભરમાં ચર્ચાસ્પદ બનેલા બીઝેડ ગ્રુપના
કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે હાથ ધરેલી તપાસમાં બીઝેડ ગ્રુપના છ કર્મચારીઓના બેંક ખાતામાંથી
કરોડોના વ્યવહારો મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ
શરૂ કર્યે હતો અને સૂત્રધાર ભુપેન્દ્રસિહ ઝાલાના ભાઈ અને સી.એ.ને પણ પોલીસે
ઉઠાવી લઈ તપાસ હાથ
ધરી
હતી.
આ અંગેની
વિગત એવી છે કે, બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો અને મુખ્ય એજન્ટ મયુર દરજીના બેંક ખાતામાં તપાસ કરતા રૂ.ર0 લાખની
રકમનો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું અને મયુર દરજીની માતા મીનાબેનના
બેંક ખાતામાં નવ લાખ ટ્રાન્સફર કરવામા આવ્યા હતા તેમજ મયુર દરજીના બીજા બેંક ખાતામાં
રૂ.ર9.64 લાખનો વ્યવહાર કર્યાનું તેમજ અન્ય
પરિવારજનોના નામે રૂ.9.90 લાખના વ્યવહારો કર્યા હતા. મયુર દરજીના બેંક ખાતામાં
કુલ રૂ.પ9.ર4 લાખની હેરાફેરી કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું તેમજ મયુર દરજીના પિતા
પાસે લકઝરીયસ કાર હોય તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.
તેમજ
બીઝેડ ઓફીસમાં 10 હજારના પગારથી નોકરી કરતા રાહુલ રાઠોડના બેંક ખાતામાંથી રૂ.10.91
લાખના વ્યવહારો અને રૂ.17.40 લાખના કેશ વ્યવહારો મળ્યા હતા તેમજ રૂ.1ર હજારના પગારથી
નોકરી કરતા વિશાલ ઝાલાના બેંક ખાતામાં રૂ.19.77 લાખની અને રૂ.19 કરોડના વધુ વ્યવહારો
બહાર આવ્યા હતા. તદઉપરાંત રૂ.1.8પ કરોડનો આંગડીયા વ્યવહાર તેમજ ત્રીજા કર્મચારી રણવીર
ચૌહાણના બેંક ખાતામાંથી રૂ.13.30 લાખના અને સફાઈ કામદાર સંજય પરમારના બેંક ખાતામાંથી
રૂ.4.પ4 લાખના અને રૂ.1.પ6 કરોડનું વ્યવહાર અને રૂ.60 લાખનું આંગડીયુ તેમજ દિલીપ સોલંકીના
બેંક ખાતામાંથી રૂ.10 હજાર તદઉપરાંત રૂ.1.ર0 કરોડની રોકડની હેરફેર તદઉપરાત સફાઈ કામદાર
આશીક ભરથરીના બેંક ખાતામાંથી રૂ.44.98 લાખની રોકડ હેરફેર અને રૂ.8.04 લાખના આંગડીયાના
વ્યવહારો મળી આવ્યા હતા. દરમિયાન પોલીસે સૂત્રધાર ભુપેન્દ્રસિહં ઝાલાના ભાઈ રણજીતસિહ
અને સી.એ.ને ઝડપી લઈ ગાંધીનગર ખાતે પૂછતાછ હાથ ધરવામાં આવી હતી.